બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાજપની એન્ટ્રીથી બંગાળમાં ફફડાટ! સરકારી દસ્તાવેજોની હેરાફેરી રોકવા મુખ્ય સચિવનું ફરમાન

નેશનલ / ભાજપની એન્ટ્રીથી બંગાળમાં ફફડાટ! સરકારી દસ્તાવેજોની હેરાફેરી રોકવા મુખ્ય સચિવનું ફરમાન

Jinal Chauhan

Last Updated: 07:59 AM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ સરકારે બધા વિભાગોને ફાઇલ અને દસ્તાવેજોની સુરક્ષા માટે કડક સૂચનાઓ આપી છે. હવે કોઈપણ વ્યક્તિ પરવાનગી વગર ફાઇલ બહાર લઈ જઈ શકશે નહીં અથવા તેની નકલ (કૉપી) કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે, તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં BJPની મોટી જીત વચ્ચે મમતા બેનર્જી સરકારે એક એવો આદેશ આપ્યો કે જેને કારણે બધાનું ધ્યાન ખેંચાયું. સરકારે બધા સરકારી કચેરીઓને જણાવ્યું કે કોઈપણ સરકારી ફાઇલ અથવા દસ્તાવેજ પરવાનગી વગર બહાર લઈ જવો નહીં. સાથે જ કોઈ તેનો ફોટો પાડે કે સ્કેન પણ ન કરે. આ આદેશ એ સમયે આવ્યો હતો જ્યારે સોમવારે બપોરે ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા અને BJP 15 વર્ષ જૂની મમતા સરકારને હટાવવાની દિશામાં આગળ વધી રહી હતી.

બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નરિયાલાએ એક લખિત આદેશ જાહેર કર્યો. આ આદેશમાં રાજ્યના તમામ વિભાગોના સચિવો અને કચેરીના વડાઓને કહ્યું કે તેઓ પોતાના ઓફિસની સરકારી ફાઇલો અને દસ્તાવેજો પર કડક નજર રાખે.

આદેશમાં શું કહેવામાં આવ્યું?

સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું કે કોઈપણ મહત્વનો દસ્તાવેજ અથવા ફાઇલ યોગ્ય પરવાનગી વગર કોઈપણ પરિસ્થિતિમાં કચેરીની બહાર લઈ જવી નહીં. બીજી વાત એ કહેવામાં આવી કે સરકારી રેકોર્ડની પરવાનગી વગર ફોટોકૉપી કરવી કે સ્કેન કરવું મનાઈ છે. ત્રીજી વાત એ છે કે તમામ ફાઇલો, મહત્વના દસ્તાવેજો અને પત્રો હંમેશા યોગ્ય રીતે નોંધાયેલા અને હિસાબમાં હોવા જોઈએ.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતાના નવ મંત્રીઓની કારમી હાર, ભાજપની લહેરમાં ગુમાવી સીટ

આ આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે દરેક વિભાગના સચિવ અને વિભાગના વડા પોતે જ આ સૂચનાઓનું પાલન થાય તેની જવાબદારી લેશે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેના સામે કડક કાર્યવાહી થશે અને તેની વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

આ આદેશ ક્યારે આવ્યો?

આ આદેશ સોમવારે ત્યારે જાહેર થયો હતો જ્યારે ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા અને BJP બંગાળમાં મોટી જીત તરફ આગળ વધી રહી હતી. એથી સ્પષ્ટ હતું કે મમતા સરકાર જવાની છે અને BJPની સરકાર બનવાની છે. સાંજ સુધી પરિણામો આવ્યા પછી આ વાત પણ સાબિત થઈ ગઈ કે BJPએ TMCને હરાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal order Mamta government file security rules
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ