બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / weekly rashifal 4 september to 10 september 2023 could be lucky zodiac this week

Horoscope / Weekly Rashifal: આ સપ્તાહે સૂર્યની જેમ ચમકશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, જાણો સાપ્તાહિક રાશિફળ

Manisha Jogi

Last Updated: 02:56 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ નવું સપ્તાહ 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રહેશે. આવો જાણીએ સપ્તાહની શરૂઆતમાં કઈ રાશિના જાતકોને લાભ થશે અને કઈ રાશિના જાતકોને નુકસાન થશે.

  • સપ્તાહ 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી નવું સપ્તાહ
  • સપ્તાહની શરૂઆતમાં કઈ રાશિના જાતકોને લાભ થશે
  • આ રાશિના જાતકોને થશ નુકસાન

આજથી સપ્ટેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ નવું સપ્તાહ 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રહેશે. સપ્તાહની શરૂઆતમાં કઈ રાશિના જાતકોને લાભ થશે અને કઈ રાશિના જાતકોને નુકસાન થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- કરિઅરમાં પદોન્નતિ અને પ્રગતિ થઈ શકે છે. કોઈ નવી જગ્યાએ સ્થળાંતર થઈ શકે છે. મન આધ્યાત્મ તરફ આકર્ષિત થઈ શકે છે. ભાગદોડભર્યા જીવનમાં શાંતિ શોધી રહ્યા છો. આરોગ્ય સારું રહેશે. ઘર અને પરિવારમાં સુખ શાંતિ રહેશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. 

વૃષભ- આવનારા સપ્તાહમાં અનેક પડકાર આવી શકે છે. આત્મવિશ્વાસ અને ક્ષમતાની મદદથી કોઈપણ પડકારનો સામનો કરી શકશો. ધૈર્ય અને સમજદારીપૂર્વક નિર્ણય લો. કાર્યક્ષેત્રે સફળતા મળી શકે છે. સંતાન સંબંધિત પરેશાનીથી છુટકારો મળશે. 

મિથુન- હાલમાં તમે ચારેબાજુથી પરેશાનીઓથી ઘેરાયેલા છે. ધૈર્ય અને સંયમથી કામ કરો. કોઈ સારા સમાચાર મળી શકે છે. ટૂંક સમયમાં સફળતા મળશે. પારિવારિક જીવનની પરેશાની દૂર થશે. ધર અને પરિવારનું વાતાવરણ ધાર્મિક થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. 

કર્ક- આવનારા સમયમાં સફળતાનો રસ્તો મોકળો થશે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો. ધૈર્ય અને વિશ્વાસને કારણે સફળ બની શકો છો. પદોન્નતિની સાથે સ્થળાંતરની સંભાવના છે. આ પરિવર્તનને કારણે તમને લાભ થશે. 

સિંહ- કોઈપણ પરિસ્થિતિ બાબતે હવે નિર્ણય લેવાનો રહેશે. તમારો જે પણ નિર્ણય હશે, તે સારો સાબિત થશે. મિત્રો અને પરિવારજનો સાથે ઉત્સવની ઊજવણી કરી શકો છો. ખુદને સાહસપૂર્વક કઠિન પરિસ્થિતિમાં બહાર કાઢી શકશો. તમારા વિચાર અન્ય લોકો સામે રજૂ કરીને ઉંચા બનો. 

કન્યા- આવનારા સપ્તાહે પરિશ્રમનું ફળ મળી શકે છે. કાર્યક્ષેત્રે તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. પરિવારમાં તમારું માન વધશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. માતા પિતા તરફ થોડું ધ્યાન આપો. 

તુલા- આવનારા સમયમાં અનેક ખુશી મળી શકે છે. ઈચ્છા પૂરી થઈ શકે છે. બિઝનેસ, નોકરી અથવા ઘર બદલવાનું વિચારી રહ્યા છો, તો તે સંભવ છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મનમાં સારા વિચાર આવશે. પરિવારજનો વચ્ચે સહયોગ જળવાઈ રહેશે. 

વૃશ્વિક- જીવનમાં એવા વ્યક્તિનું આગમન થશે, જેથી સફળતા મળી શકે છે. સિંગલ છો, તો જીવનમાં કોઈનું આગમન થઈ શકે છે. તમામ કાર્યોમાં સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે. 

ધન- જીવનસાથીની તલાશ પૂર્ણ થશે. સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. વિચારોમાં સકારાત્મકતા રહેશે. મન પ્રફુલ્લિત અને ઉત્સાહિત રહેશે. બધુ જ યોગ્ય પ્રકારે થશે. મનમાં ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ રહેશે. 

મકર- આવનારા સમયમાં સારા સમાચાર મળી શકે છે. સંતાન સુખની કામના છે, તો ટૂંક સમયમાં શુભ સમાચાર મળી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. આકસ્મિક નાણાંકીય લાભ થશે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. ઘરમાં ધાર્મિક કાર્ય તઈ શકે છે. મન પ્રફુલ્લિત રહેશે, આરોગ્ય સારું રહેશે. 

કુંભ- નિરાશા દૂર થશે, સમય બદલાશે. ઈશ્વર તમને આ પરિસ્થિતિમાંથી રાહત આપી શકે છે. નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. સફળતા તરફ આગળ વધશો. ધીરજ અને વિશ્વાસ રાખો. 

મીન- મહેનત કરવા છતાં સફળતા મળી રહી નથી. ધૈર્ય રાખો, તમારા સારા કર્મથી સારું ફળ પ્રાપ્ત થશે. ઘણાં સમયથી આરોગ્યની સમસ્યાથી પરેશાન છો, તેનાથી રાહત મળશે. ઈશ્વર પર વિશ્વાસ વધુ મજબૂત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ