બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather forecast of 4 days of rain in various areas of Gujarat

હજુ મેહુલિયો વરસશે / 19 તાલુકાઓ તૈયાર રહે: આજે રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓને મેઘરાજા કરશે તરબોળ

Malay

Last Updated: 09:08 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast In Gujarat: ગુજરાતમાં વરસાદને લઇ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આજે રાજ્યના 19 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.

  • રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4 દિવસ મેઘરાજા રમઝટ બોલાવશે
  • ગુજરાતને ભારે વરસાદ આપી શકે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી 
  • દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ

Rain Forecast In Gujarat: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદે જાણે કે વિરામ લીધો છે. આવા સંજોગોની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી નથી. હજુ વિવિધ વિસ્તારોમાં 4 દિવસ મેઘરાજા રમઝટ બોલાવશે.

આ વિસ્તારોમાં પડી શકે છે મધ્યમથી હળવો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી  4 દિવસ અગલ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

આજે 19 તાલુકાઓમાં વરસાદની આગાહી
આજે રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી આગાહી
ગઈકાલે એટલે કે સોમવારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ગુજરાતમાં પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. 

રાજસ્થાન તરફથી ચોમાસાની વિદાય શરૂઃ મનોરમા મોહંતી
તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં ચોમાસાના વિદાય થવાની થઈ શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઈ છે. આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.

હવામાન નિષ્ણાંતોએ શું કરી છે આગાહી?
તો કેટલાક હવામાન નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરે વધુ મજબૂત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નવરાત્રીના તહેવારોમાં પણ વરસાદ પડશે તેવી આગાહી પણ આ નિષ્ણાંતો દ્વારા કરાઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ