બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / અજબ ગજબ / water tax notice sent to hanuman temple in raigarh

ભારે કરી! / 'બજરંગબલી'ને મોકલ્યું પાણીનું બિલ! ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય, જાણો ક્યાંની છે આ ઘટના

Arohi

Last Updated: 12:31 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મંદિર મેનેજમેન્ટે 15 દિવસની અંદર ટેક્સ ચૂકવવો પડશે. નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.

  • રાયગઢમાં સામે આવી અજીબ ઘટના 
  • રાયગઢ મ્યુનિસિયલ કોર્પોરેશને મોકલી નોટિસ 
  • 'બજરંગબલી'ને મોકલ્યું પાણીનું બિલ

છત્તીસગઢના રાયગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરની મ્યુનિસિપલ ઓફિસે 'બજરંગબલી'ને પાણીના બિલ જમા કરાવવા માટે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હનુમાન મંદિર પર વોટર ટેક્સનું બિલ બાકી છે. સમગ્ર મામલો શહેરના વોર્ડ નંબર 18 દરોગાપરાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંદિરમાં એક પણ નળ કનેક્શન નથી, તેમ છતાં આ નોટિસ મોકલવામાં આવી છે. કોર્પોરેશનના આ પગલા સામે વોર્ડના સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

400 રૂપિયાના બિલની નોટિસ 
રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હનુમાન મંદિરને 400 રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મંદિર મેનેજમેન્ટે 15 દિવસમાં ટેક્સ ભરવાનો રહેશે. નહીં તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં જ નોટિસ જાહેર થયાના સમાચાર પછી, સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેશન ઓફિસે કયા આધારે હનુમાન મંદિરને નોટિસ મોકલી છે તે સમજની બહાર છે.

અમૃત મિશન હેઠળ આપવામાં આવી રહ્યા કનેક્શન 
સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી નિત્યાનંદ ઉપાધ્યાયે જણાવ્યું કે, વોર્ડમાં અમૃત મિશન યોજના હેઠળ મજૂરો વતી ઘરોમાં નળ જોડાણનું કામ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીની વિગતો રાખવામાં આવી હતી અને તેની એન્ટ્રી પણ કોમ્પ્યુટરમાં કરવામાં આવી હતી. આ ક્રમમાં હનુમાન મંદિરને પણ નોટિસ મોકલવામાં આવી છે. વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ક્યા ઘરોમાં નળ કનેક્શન છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય
અગાઉ આ વિસ્તારમાં અનેક જગ્યાએ લોકો દૂષિત પાણી પીતા હતા. જેના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે હેતુથી લોકોના ઘરોમાં નળ કનેકશન આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમૃત મિશન યોજનાના ઘણા ઘરોને નળ કનેક્શન આપવામાં આવ્યા છે. તેની સંખ્યા 20 હજારથી વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ