બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / શોપિંગ / Want to save thousands of rupees every month So from today women have to leave these 3 habits

લાઇફસ્ટાઇલ / દર મહિને બચાવવા છે હજારો રૂપિયા? તો આજથી જ મહિલાઓએ છોડવી પડશે આ 3 આદતો!

Arohi

Last Updated: 12:06 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત મહિલાઓ સેલેરી મળ્યાના પહેલા બે અઠવાડિયામાં જ એટલી શોપિંગ કરી નાખે છે કે મહિનાના લાસ્ટ સુધી તેમના એકાઉન્ટ ખાલી થઈ જાય છે. એવામાં જરૂરી છે કે તમે પોતાનું અમુક આદતોમાં ફેરફાર કરો અને પ્લાનિંગની સાથે ખર્ચ કરો.

  • ખર્ચ કરવાની સાથે તેનો હિસાબ રાખો 
  • બજેટના હિસાબથી ખર્ચ કરો 
  • ખર્ચાની સાથે સેવિંગનું પણ ધ્યાન રાખો

ઘણી વખત તમે જોયું હશે કે સારી કમાણી થવા પર લોકો સેવિંગ વધારવાની જગ્યા પર જીવનમાં લક્ઝરી વધારવામાં વધારે ખર્ચ કરવા લાગે છે. જેના કારણે બાદમાં તેમને મુશ્કેલીઓ આવે છે અને પોતાની જરૂર પડવા પર તેમને બીજા પર આધાર રાખવો પડે છે. એવામાં એ જરૂરી છે કે તમે પહેલાથી પોતાના ફાઈનાન્સને મેનેજ કરો અને દર મહિને સેવિંગ કરો. 

પૈસાનું રોકાણ ખૂબ જ જરૂરી 
જો તમે હાઉસ વાઈફ છો અથવા તમે તમારા પગારનો મોટાભાગનો હિસ્સો શોપિંગમાં ખર્ચ કરો છો, તો જણાવી દઈએ કે આ આદત તમારા માટે પછીથી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે તમે દર મહિને કેવી રીતે બચત કરી શકો છો અને કઈ આદતો બદલીને તમે તે પૈસાને સારી જગ્યાએ રોકાણ કરી શકો છો.

મહિલાઓએ આ આદતો બદલી કરવી જોઈએ સેવિંગ 
લિસ્ટ વગર ન કરો શોપિંગ 

ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ પગાર મેળવ્યાના પ્રથમ બે અઠવાડિયામાં એટલી બધી ખરીદી કરે છે કે મહિનાના અંત સુધીમાં તેમનું ખાતું ખાલી થવા લાગે છે. 

આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે તમારી શોપિંગનું લિસ્ટ બનાવો અને જુઓ કે તેમાં સૌથી મહત્વપૂર્ણ શું છે. આ પછી જુઓ કે કઈ નકામી વસ્તુઓમાં તમારા પૈસા ખર્ચાય છે. આમ કરવાથી તમે બિનજરૂરી ખર્ચથી બચી જશો.

મોલમાં ન કરો તમારી બધી શોપિંગ
જો તમને મોલમાં જવાનું ગમતું હોય તો એનો અર્થ એ નથી કે તમારે તમારી બધી ખરીદી મોલમાંથી જ કરવી જોઈએ. જો તમે તમારી આસપાસના બજારની તપાસ કરો અને મહિનાનો સામાન, નાની વસ્તુઓ લોકલ માર્કેટમાંથી જ ખરીદો તો સારું રહેશે. તે તમને સસ્તું પણ પડશે અને તમે તેનો ઉપયોગ પણ સારી રીતે કરી શકશો. 

બહારનું ભોજન વધારે ન મંગાવો 
ઘણી વખત આળસને કારણે મહિલાઓ ઘરમાં રસોઈ બનાવવાને બદલે બહારથી ખાવાનું મંગાવી લે છે. આ અનહેલ્ધી હોવાની સાથે તમારા પૈસા પણ વેડફે છે. એટલા માટે સારું રહેશે કે તમે ઘરે રસોઈ બનાવવાની આદત બનાવો. આટલું જ નહીં જો તમે બહારથી ખાવાનું મંગાવશો તો તેનો હિસાબ લખો અને જુઓ કે તમે દર મહિને ખાવા પર કેટલો ખર્ચ કરો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ