બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / અજબ ગજબ / બોલિવૂડ / vivek agnihotris life is in danger after making the kashmir files

જીવનું જોખમ / મારો જીવ ખતરામાં: ધ કશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટરની ઓફિસમાં ઘૂસ્યા બે અજાણ્યા શખ્સ, મેનેજરને માર્યો માર

Khevna

Last Updated: 02:51 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ કશ્મીર ફાઈલ્સની સફળતા બાદ હવે વિવેક અગ્નિહોત્રીનાં જીવને જોખમ છે. તેમની ઓફિસમાં બે વ્યક્તિઓ ઘુસી આવ્યા હતા તથા તેમની મેનેજર સાથે ધક્કા મુક્કી પણ કરી હતી. જાણો વિગતવાર

  • વિવેક અગ્નિહોત્રીને જીવનું જોખમ 
  • બે વ્યક્તિઓ ઓફિસમાં ઘુસી આવ્યા હતા
  • 'મારી મેનેજર સાથે ધક્કા મુક્કી કરી' - વિવેક અગ્નિહોત્રી 

​​​​​​​વિવેક અગ્નિહોત્રીને જીવનું જોખમ 

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' જ્યારથી રિલીઝ થઇ છે, ત્યારથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ્સ તોડતા 200 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી છે. એક તરફ તો વિવેક અગ્નિહોત્રી અને તેમની ટીમ આ ફીમની સફળતાની ખુશીઓ મનાવી રહી છે. જ્યારે બીજી બાજુ અમુક લોકો આ ફિલ્મને લઈને આપત્તિ પણ જતાવી રહ્યા છે. એટલું જ નહી, 'ધ કશ્મીર ફાઈલ્સ'ની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીને જીવનો જોખમ પણ સતાવવા લાગ્યો છે. હાલમાં જ તેમની ઓફિસમાં બે લોકોએ ઘૂસીને મેનેજર સાથે ધક્કા-મુક્કી કરી હતી. 

બે લોકોએ મેનેજર સાથે કરી ધક્કા મુક્કી 
આ ખુલાસો વિવેક અગ્નિહોત્રીએ જ કર્યો છે. તેમનું કહેવું છે કે તેમને ધમકીઓ મળી રહી છે. હાલમાં જ અમારી ઓફિસમાં બે છોકરાઓ ઘુસી આવ્યા હતા. આ તે સમયે થયું હતું, જ્યારે હું અને મારી પત્ની ઓફિસમાં ન હતા. માત્ર એક મેનેજર હતી, જે ઘણી ઉંમર લાયક છે. તે છોકરાઓએ તેમને દરવાજા તરફ ધક્કો માર્યો. તે પડી ગઈ. ત્યાર બાદ તેમણે તેને મારા વિષે પૂછ્યું અને પછી તેઓ ત્યાંથી ભાગી છુટ્યા. મેં આ ઘટના વિષે કોઈને વાત ન કરી કેમકે હું ઈચ્છતો ન હતો કે આવા લોકોને કોઈપણ જાતની પબ્લીસીટી મળે. 

વિવેક અગ્નિહોત્રીનું માનવું છે કે ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક આંદોલન છે. પોતાની આ ફિલ્મની સફળતાથી વિવેક અગ્નિહોત્રી ઘણા ખુશ છે. ફિલ્મની સફળતા પર વાત કરતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે દુનીયાભરની ઓડિયન્સ એકદમ શાંત થઈને આ ફિલ્મ જોઈ રહી છે. 2 કલાક 50 મિનિટ કોઈ મજાક નથી. 

​​​​​​​

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે. 

ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ