બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli leads race for Orange Cap in IPL, but Samson-Karthik has most strike rate

IPL 2024 / IPLમાં ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી અગ્રેસર, પરંતુ અહીં સેમસન-કાર્તિક બાજી મારી ગયા

Megha

Last Updated: 11:58 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ બે મેચ રમીને 98 રન બનાવ્યા છે અને સ્ટ્રાઈક રેટ 142.02 છે. આ પછી પંજાબ કિંગ્સના સેમ કુરન બીજા સ્થાને છે, તેને બે મેચમાં 134.37ના સ્ટ્રાઈક રેટથી 86 રન બનાવ્યા છે.

IPL 2024માં હાલમાં રોમાંચક મેચો રમાઈ રહી છે અને તમામ ટીમોએ ઓછામાં ઓછી એક મેચ રમી છે, જ્યારે RCB અને પંજાબે બે-બે મેચ રમી છે. દરમિયાન, 4 ટીમો સિવાય, બાકીની તમામ ટીમોએ તેમના ખાતા ખોલ્યા છે. 

એવામાં જો આપણે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ તો RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર વન પર પહોંચી ગયો છે. પરંતુ જો ટોપ 5 ખેલાડીઓના સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો RCBના દિનેશ કાર્તિક અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન તેમના કરતા ઘણા આગળ જોવા મળે છે. 

વિરાટ કોહલીના નામથી જાણીતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સિઝનની આઈપીએલમાં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે. જેમાંથી એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજામાં તેની જીત થઈ હતી. પ્રથમ મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન આટલું સારું નહતું પરંતુ બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરીને હતી. અને તે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. 

વિરાટ કોહલીએ અત્યાર સુધી બે મેચ રમીને 98 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 142.02 છે. આ પછી પંજાબ કિંગ્સના સેમ કુરન બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી બે મેચમાં 134.37ના સ્ટ્રાઈક રેટથી 86 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને એક જ મેચમાં 82 રન બનાવ્યા છે અને તે ત્રીજા નંબર પર યથાવત છે. તેનો સ્ટ્રાઈક રેટ 157.69 છે. શિખર ધવન બે મેચમાં 67 રન બનાવીને ચોથા સ્થાન પર છે. ધવનનો સ્ટ્રાઈક રેટ 126.41 છે. RCBના ફિનિશર દિનેશ કાર્તિકનું પ્રદર્શન પણ અત્યારે શાનદાર છે. તેણે બે મેચમાં 66 રન બનાવ્યા છે. 

વધુ વાંચો: RCBની જીત બાદ વિરાટ કોહલીએ અનુષ્કાને કર્યો વિડીયો કોલ, અકાય અને વામિકાને જોઈને આપ્યા ક્યૂટ એકપ્રેશન

જો આપણે ટોપ 5 સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ તો દિનેશ કાર્તિક સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. તે મેચના અંતમાં સતત વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. હાલમાં તે 183.33ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. સ્ટ્રાઈક રેટના મામલે સંજુ સેમસન બીજા સ્થાને છે. તે 157.69ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. જો કે માત્ર શરૂઆતની મેચો જ રમાઈ રહી છે, આવનારા સમયમાં તેમાં ફેરફાર થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ