ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડીસામાં પકડાયો પાકિસ્તાની ગેંગસ્ટરનો સાથી, ATS અને SOGની સંયુક્ત કામગીરી

કાર્યવાહી / ડીસામાં પકડાયો પાકિસ્તાની ગેંગસ્ટરનો સાથી, ATS અને SOGની સંયુક્ત કામગીરી

Published By: Vishal Khamar

Last Updated: 05:12 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ડીસામાંથા પાકિસ્તાની ગેંગસ્ટરનો સાથી સકંજામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા SOG એ પાકિસ્તાની ગેંગસ્ટરનો સાથી ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી છે.

ADVERTISEMENT

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS અને બનાસકાંઠા SOGની સંયુક્ત કામગીરી દરમિયાન વિક્રમસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે પાકિસ્તાની ગેંગસ્ટર શહેજાદ ભટ્ટી સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે.

ઢાબા પર છૂપાઈને મજૂરી કરતો

માહિતી મુજબ વિક્રમસિંહ ડીસાના એક ઢાબા પર છૂપાઈને મજૂરી કરતો હતો. જેથી તે પોલીસની નજરથી દૂર રહી શકે. જોકે, ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા એજન્સીઓએ તેની ઓળખ મેળવી અને તેને ઝડપ્યો.

ISI સાથે સંડોવણી હોવાનો સંકેત

વિક્રમસિંહ પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ હતો. એટલું જ નહીં, તે ભારતીય સુરક્ષાદળો પર હુમલાના કાવતરામાં પણ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન એ પણ ખુલ્યું છે કે તે સ્થાનિક યુવકોને શહેજાદ ભટ્ટીની ગેંગમાં જોડવાનું કામ કરતો હતો. અત્યાર સુધીની તપાસમાં વિક્રમસિંહની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંડોવણી હોવાનો સંકેત મળ્યો છે, જે મામલાને વધુ ગંભીર બનાવે છે.

આ પણ વાંચોઃ વાવ થરાદમાં યુવતી સાથે મૈત્રી કરારમાં રહેવાની યુવકને મળી સજા, પરિવારજનોએ કર્યો જીવલેણ હુમલો

આરોપીને વધુ પૂછપરછ માટે AST લાવવામાં આવ્યો

ATSએ વિક્રમસિંહને વધુ પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ધરપકડથી આંતરરાષ્ટ્રીય ગુનેગાર નેટવર્ક અંગે વધુ મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને શક્ય તેટલી વધુ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Banaskantha Gujarat ATS

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ