ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ થરાદમાં યુવતી સાથે મૈત્રી કરારમાં રહેવાની યુવકને મળી સજા, પરિવારજનોએ કર્યો જીવલેણ હુમલો

બનાસકાંઠા / વાવ થરાદમાં યુવતી સાથે મૈત્રી કરારમાં રહેવાની યુવકને મળી સજા, પરિવારજનોએ કર્યો જીવલેણ હુમલો

Published By: Vishal Khamar

Last Updated: 03:35 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદમાં મૈત્રી કરારમાં રહેવાની યુવકને મોટી સજા મળી છે. યુવતીના પરિવારનું યુવક સાથે અમાનવીય વર્તન કર્યું છે. યુવતીના પરિવારજનોને યુવકને ઢોર માર માર્યો છે.

ADVERTISEMENT

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવતી સાથે મૈત્રી કરારમાં રહેતા યુવકને ભારે મારઝૂડ કરી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.

માહિતી અનુસાર, યુવક અને યુવતી અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. યુવતીના પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કરતા 2 એપ્રિલના રોજ કાવતરું રચીને અમદાવાદ પહોંચ્યા હતા.

યુવકના ઘરમાં ઘુસી માર માર્યો

આરોપીઓએ પહેલા ભોગ બનનારના ઘરમાં ઘુસી અંદાજે 32 હજાર રૂપિયા રોકડા, સોનાના દાગીના અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. ત્યારબાદ બંનેને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યા હતા.

યુવકને ઢોર માર માર્યો

અપહરણ બાદ યુવકને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં આરોપીઓ યુવકને એક ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર,જાણો કોણ કોણ?

સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક 112 અને 108 ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Banaskantha friendship pact

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ