ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર,જાણો કોણ કોણ?

ગાંધીનગર / ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર,જાણો કોણ કોણ?

Published By: Vishal Khamar

Last Updated: 03:02 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ઉમરેઠ પેટા ચૂંટણી માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ADVERTISEMENT

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય આકર્ષણ તરીકે રહેશે. બંને નેતાઓ ઉમરેઠ વિસ્તારમાં અનેક સભાઓ અને જનસભાઓને સંબોધિત કરશે. તે ઉપરાંત ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન પ્રભારી રત્નાકર પણ પ્રચારમાં સક્રિય ભાગ લેશે. પાર્ટી દ્વારા સંગઠન મજબૂત કરવા અને મતદારો સુધી પહોંચ વધારવા માટે આ નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

વર્ષાબેન દોશી, ભૂપેન્દ્રસિંહ ચૂડસમા, પ્રદ્યુમન વાઝા, ગૌતમ ગેડિયા, નટુજી ઠાકોર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અંજુબેન વેકરિયા, કમલેશ પટેલ, રમણ સોલંકી, મિતેશ પટેલ, યોગેશ પટેલ, વિપુલ પટેલ, ચિરાગ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, હસમુખ પટેલ, જગત પટેલ, પ્રવિણ વાઘેલા, વિપુલકુમાર શાહ, દિલીપ પટેલ, લાલસિંહ વડોડિયા, કાંતિ ચાવડા, પિનાકીન બ્રહ્મભટ્ટ, દક્ષેશ શાહ, હંસાકુવરબા રાજ ધર્મેન્દ્ર મીસ્ત્રી,

ભાજપના અન્ય અનુભવી નેતાઓમાં જીતુ વાઘાણી, ગોરધન ઝડફિયા અને કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે, જે પ્રચારને વધુ ગતિ આપશે. આ સાથે રાજેશ ચુડાસમા, કમલેશ પટેલ અને સંજયસિંહ મહિડા પણ વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન ચલાવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી અને આંધી-વંટોળ સાથે વરસાદ,અંબાલાલ પટેલની મોટી આગાહી

ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની આ વિશાળ યાદી જાહેર કરવાથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી ઉમરેઠ પેટાચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. આગામી દિવસોમાં આ નેતાઓના રોડશો, સભાઓ અને ડોર-ટુ-ડોર કેમ્પેઇનથી ચૂંટણીનો માહોલ ગરમાવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat BJP Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ