બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Veterans including Kanu Kalasaria and Arvind Ladani may join BJP

રાજનીતિ / ભાજપમાં જોડાવા નેતાઓની લાઈનો લાગી, 3 મોટા નેતા કમલમના કુંડાળાંમાં, રાજનીતિમાં ગરમાવો

Vishal Dave

Last Updated: 04:55 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોંગ્રેસની હાલત પડતાને પાટુ જેવી થઇ છે.. બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ચૂકયા છે. અને હવે એક વર્તમાન ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે તેમ છે

અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી સંભાવના છે..  

મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા જોડાઇ શકે છે  ભાજપમાં 

મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા ભાજપમાં જોડાઇ શકે છે.. મહુવામાં કનુ કલસરિયાએ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે.. કનુ કલસરિયાએ ગત વર્ષે એટલે કે 2023માં ઓક્ટોબર માસમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું હવે તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.  કનુ કલસરિયા પહેલા ભાજપમાં જ હતા, પરંતુ બાદમાં તેમણે મહુવામાં નિરમાના પ્લાન્ટને લઇને વિરોધ કરી સરકારની સામે પડ્યા હતા.. તેઓ જાયન્ટ કિલર તરીકે જાણીતા છે. કારણ કે એક સમયે તેમણે તત્કાલીન સીએમ છબિલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. કનુ કલસરિયાએ vtv સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતું કે તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે.. અને તેઓએ આ અંગે નિર્ણય લેવા માટે આઠ-દસ દિવસનો સમય માંગ્યો છે. 

ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ જોડાઇ શકે છે ભાજપમાં 

ગુજરાતમાં કોંગ્રેસની હાલત પડતાને પાટુ જેવી થઇ છે.. બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ચૂકયા છે. અને હવે એક વર્તમાન ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે તેમ છે.  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.  સુત્રોનું માનીએ તો અરવિંદ લાડાણી હાલ તેમના મત વિસ્તારમાં લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે અને લોકોનો અભિપ્રાય જાણી રહ્યા છે. અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા ગ્રુપના નેતા ગણાય છે.. હવે જ્યારે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડી દીધી છે ત્યારે તેમના ગ્રુપના ગણાતા અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. 
 

આ પણ વાંચોઃ  હવે ગુજરાતનો કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે, ગણોતધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો

 

મહેશ વસાવા 11 માર્ચે ભાજપમાં જોડાવવાના છે 

મહત્વપૂર્ણ છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી ચૂક્યા છે.. થોડા દિવસ પહેલાજ મહેશ વસાવા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક થઇ હતી.. જે બાદ મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓ 11 માર્ચના રોજ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કરવાના છે. vtv સાથેની વાતચીતમાં મહેશ વસાવાએ 11 માર્ચે ભાજપમાં જોડાવવાની સ્પષ્ટતા કરી હતી, આ દિવસે તેઓ પોતાન મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ યોજશે. 

અમરેલીના રાજુલામાં અંબરિષ ડેર ભાજપમાં જોડાતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય હીરા સોલંકી અને અંબરીષ ડેર પહેલી વાર એકમંચ પર જોવા મળ્યા ત્યારે સીઆર પાટીલે સંમેલનને સંબોધતા કહ્યું હતુ કે 156 બેઠકો આવી હતી ત્યારે નક્કી કર્યુ હતુ કે 182 બેઠકો જીતવી છે. હવે  બાકી રહેલી 26 બેઠકો જીતવાની છે.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ