બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two meetings of Gujarat Assembly will be held today

બેઠક / આજે યોજાશે ગુજરાત વિધાનસભાની બે બેઠકો, પ્રશ્નોત્તરીથી લઇને વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

Vishal Khamar

Last Updated: 08:51 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થવા પામી હતી. જેમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં બે બેઠકો મળશે. જેમાં પ્રશ્નોત્તરી બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે.

  • આજે વિધાનસભા ની મળશે બે બેઠકો 
  • પ્રથમ બેઠક માં પ્રશ્નોત્તરી કાળથી થશે શરૂઆત
  • પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે

આજે વિધાનસભાની બે બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે.  પ્રથમ બેઠકમાં નાણા,ઉર્જા જળ સંપત્તિ, પાણી પુરવઠો તેમજ અન્ન નાગરિકે તથા સહકાર બાબતે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે. 

બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે
તેમજ બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. બીજી બેઠકની પ્રશ્નોત્તરીમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, આદિજાતિ વિકાસ વિષયો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી બાદ ત્રીજા અને અંતિમ દિવસે રાજ્યપાલના સંબોધન કરશે. 

સોમવારે મળેલી બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.

કોવીડ દરમ્યાન સાવચેતીનાં ભાગરૂપે પગલા લેવાયા હતા
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેર માં ૮૦ દર્દીઓને  સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.

વધુ વાંચોઃ BAPS સંસ્થાના મહંત સ્વામી પહોંચ્યા અબુધાબી, કરશે UAEના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, જુઓ ભવ્ય સ્વાગત

આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને   અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી ને મંજુરી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Legislative Assembly gujarat question period seats will be held ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ બેઠકો મળશે gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ