બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Traffic warden in Rajkot broke the fine for Rs 200 after asking for a fine of Rs 2000

VIDEO / બંનેનું રહે તેમ કરો..' 2000 રૂપિયા દંડના બહાને 200 રૂપિયામાં કર્યો તોડ, રાજકોટ ટ્રાફિક પોલીસના વોર્ડનનો કટકીકાંડ

Dinesh

Last Updated: 07:22 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડન પહોંચ આપ્યા વગર 2000 રૂપિયાની વાત કરી 200 રૂપિયામાં પતાવટ કરતો વીડિયો સામે આવ્યો છે.

  • રાજકોટમાં ટ્રાફિક વોર્ડનએ 2000 રૂપિયાના દંડનું કહીને 200 રૂપિયામાં તોડ કર્યો
  • ટ્રાફિક વોર્ડનના ઉઘરાણાના વીડિયો દિવસે ને દિવસે થઈ થયા છે વાઇરલ
  • ઉઘરાણા કરતા ટ્રાફિક વોર્ડન સામે કડક કાર્યવાહી ક્યારે


Rajkot News : સામાન્ય રીતે ટ્રાફિક વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક વોર્ડનની ભરતી કરી વિવિધ સ્થોળોએ ટ્રાફિક નિયમન માટે જવાબદારી આપાવામાં આવે છે. પરંતુ આ ટ્રાફિક વોર્ડનની મુખ્ય જવાબદારી ભૂલી કેટલાક વોર્ડન કટકી કરતા હોય છે અને જે વોર્ડનના કારણે તમામ વોર્ડનની બદનામી થતી હોય છે. રાજકોટમાં જ કંઈક આવી કટકી બાજ વોર્ડનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક વોર્ડન પહોંચ આપ્યા વગર 2000 રૂપિયાની વાત કરી 200 રૂપિયામાં પતાવટ કરતો જોવા મળી રહ્યો છે.

2000 રૂપિયાના દંડનું કહીને 200 રૂપિયામાં સેટિંગ કર્યું !
રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનએ 2000 રૂપિયાના દંડનું કહીને 200 રૂપિયામાં સેટિંગ કર્યું છે તેવું વાયરલ વીડિયોમાં જોઈ છે. રાજ્યમાં ટ્રાફિક વોર્ડનના ઉઘરાણાના વીડિયો દિવસેને દિવસે વધુ વાઇરલ થઈ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે ટ્રાફિક વોર્ડન પર ઉઘરાણા કરવા પર રોક લગાવવી તાતી જરૂરિયાત છે. 

કટકીબાજ ટ્રાફિક વોર્ડન
જે વીડિયોમાં ટ્રાફિક વોર્ડન બાઈક ચાલકને કહી રહ્યો છે કે 2000 રૂપિયા દંડ છે, 300 રૂપિયા આપો ચલો. ત્યારે વાહન ચાલક કહે છે કે, 200 રૂપિયા છે. ત્યારે ટ્રાફિક વોર્ડન કહે છે કે, બંન્નેનું રહે તેમ કંઈક કરો ત્યારે વાહન ચાલક 200 રૂપિયા આપે છે અને ટ્રાફિક વોર્ડન તેને જવા આપે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ