બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / This young man runs faster than a metro train you wont believe your eyes after seeing the VIDEO

OMG! / મેટ્રો ટ્રેન કરતા પણ ઝડપથી દોડે છે આ યુવક, VIDEO જોઈ આંખો પર નહીં થાય વિશ્વાસ

Arohi

Last Updated: 12:48 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મેટ્રો સાથે રેસ કરી રહ્યો છે. 1 મિનિટ 37 સેકન્ડનો આ વીડિયો જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે.

  • શખ્સે મેટ્રો ટ્રેન સાથે લગાવી રેસ 
  • વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો 
  • જોઈ આંખો પર નહીં થાય વિશ્વાસ

ક્યારેક ઇન્ટરનેટ પર એવા વીડિયો પણ અપલોડ કરવામાં આવે છે, જેને જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. હાલમાં મેટ્રો ટ્રેનના એક મુસાફરે પોતાના અદ્ભુત એક્ટથી નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

વાયરલ ક્લિપમાં આ વ્યક્તિ મેટ્રો સાથે રેસિંગ કરતો જોવા મળે છે. જેણે પણ આ વીડિયો જોયો તે લોકો દંગ રહી ગયા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને 47 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

શખ્સે મેટ્રો સાથે લગાવી રેસ 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મેટ્રો સાથે રેસ કરી રહ્યો છે. 1 મિનિટ 37 સેકન્ડનો આ વીડિયો જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ મેટ્રોમાંથી નીચે ઉતરે છે અને બીજા સ્ટોપ માટે સ્ટેશનથી દોડે છે. 

પછી તે બીજા સ્ટોપ પર પણ તે જ ટ્રેન પકડે છે. રસપ્રદ વાત એ છે કે વ્યક્તિ ટ્રેનની એ બોગી પર ચઢે છે જ્યાથી તેણે બીજા સ્ટોપ માટે દોડ લગાવી હતી. આ વીડિયો લંડનના મેટ્રોનો જણાવવામાં આવી રહ્યો છે. 

વીડિયોમાં જુઓ, જ્યારે મેટ્રોથી પણ ઝડપી દોડ્યો શખ્સ

 
આ વીડિયોને Pepo Jiménez નામના યુઝરે માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર સૌથી પહેલા શેર કર્યો હતો. તાજેતરમાં જ @ValaAfshar નામના હેન્ડલ સાથે તેને ફરીથી શેર કર્યું છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયું છે. 

યુઝરે કેપ્શનમાં લખ્યું, 'આ વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી ગયો. આગળના સ્ટોપ તરફ દોડ્યો અને પછી તે જ ટ્રેનમાં તેની પોતાની સીટ પર બેસી ગયો. વીડિયોને 5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 5 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય હજારો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

મેટ્રો કરતા પણ ઝડપી દોડ્યો શખ્સ 
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિ મેટ્રો કરતા પણ ઝડપી નીકળ્યો. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું છે કે આ ખરેખર એક અદ્ભુત વીડિયો છે. જો કે હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી કે આ વ્યક્તિએ તે કર્યું છે. અન્ય યુઝરે લખ્યું છે કે, ભાઈનો સ્ટેમિના અદ્ભુત છે. કુલ મળીને આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ