બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / this scheme of modi government will save lives of 4 lakh people who also agreed

કેન્દ્રની યોજનાની પ્રસંશા / મોદી સરકારની આ યોજનાથી બચી જશે 4 લાખ લોકોના જીવ, WHOને પડી ગઈ પસંદ, કર્યાં જોરદાર વખાણ

Hiralal

Last Updated: 09:38 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડાઓમાં નળ દ્વારા જળ પહોંચાડવાની યોજના જળ જીવન મિશનના વિશ્વ આરોગ્ય સંગઠને વખાણ કર્યાં છે.

  • મોદી સરકારની ચાલી રહી છે જળ જીવન મિશન યોજના
  • ગામડાઓમાં નળથી જળ પહોંચાડાઈ રહ્યું છે 
  • ઝાડાથી થતા 4 લાખ મોત રોકી શકે 
  • 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય

ગામડાઓમાં નળથી જળ પહોંચાડવાની યોજના જળ જીવન મિશન વિશ્વ આરોગ્ય સંગઠનને પસંદ પડી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ યોજનાની પ્રશંસા કરી છે.  વિશ્વ આરોગ્ય સંગઠના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે સંભવતઃ ઝાડાને કારણે થતા લગભગ 4 લાખ મોતને અટકાવી શકે છે. આ સિવાય 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય છે.

2024 સુધીમાં દરેક પરિવારને મળતું થઈ જશે નળનું પાણી 
કેન્દ્ર સરકારના જળ જીવન મિશન અંતર્ગત 2024 સુધી ભારતના ગ્રામીણ પરિવારોને નળનું પાણી મળવું પડશે. અત્યાર સુધીમાં 62.84 ટકા વિસ્તારોમાં આ કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. વિશ્વ બેંકના આંકડા મુજબ દેશની 12 મોટી નદીઓના તટપ્રદેશોમાં લગભગ 82 કરોડ લોકો જળ સંકટનો સામનો કરી રહ્યા છે.

યોજનાને 2019માં પીએમ મોદીએ શરુ કરી હતી 
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના સર્વે અનુસાર ઝારખંડમાં મહિલાઓને પાણી માટે દરરોજ 40 મિનિટ ચાલવું પડે છે. સાથે જ બિહારમાં આ સમય લગભગ 33 મિનિટનો છે. ગ્રામીણ મહારાષ્ટ્રમાં સરેરાશ 24 મિનિટની આસપાસ છે. આ યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં શરૂ કરી હતી. ડબ્લ્યુએચઓના અહેવાલમાં જણાવાયું છે કે 2018 માં ભારતની કુલ વસ્તીના 36% લોકો, જેમાં ગ્રામીણ વસ્તીના 44% નો સમાવેશ થાય છે, ઘરે પીવાનું શુધ્ધ પાણી નથી. "ગ્રામીણ વિસ્તારોમાં નળના પાણીના જોડાણો 2019 માં 16.64% થી વધીને 41 મહિનાની અંદર 62.84% થઈ ગયા છે. તેમાં દર વર્ષે 13.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ