MS ધોનીએ કેપ્ટન તરીકે 15 ટાઇટલ જીત્યા છે, અન્ય કોઈ ભારતીય કેપ્ટન આવું કરી શક્યો નથી. વર્તમાન કેપ્ટન રોહિત શર્મા આ મામલે તેનાથી ઘણા પાછળ છે તો વિરાટ કોહલી આસપાસ પણ નથી
MS ધોની માટે 24મી સપ્ટેમ્બર ખૂબ જ ખાસ દિવસ છે
ધોની એ કારકિર્દીમાં કેપ્ટન તરીકે 15 ટાઇટલ જીત્યા છે
ધોનીના આ રેકોર્ડની આસપાસ પણ નથી રોહિત-કોહલી
MS ધોની માટે 24મી સપ્ટેમ્બર ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આ દિવસે જ માહીએ તેની કેપ્ટનશિપ કારકિર્દીનું પહેલું ટાઈટલ જીત્યું, જે હજુ પણ ચાલુ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2023માં ચેમ્પિયન બનાવ્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં કેપ્ટન તરીકે 15 ટાઇટલ જીત્યા છે અને અન્ય કોઈ ભારતીય કેપ્ટન આવું કરી શક્યો નથી.
ધોનીના આ રેકોર્ડની આસપાસ પણ નથી રોહિત-કોહલી
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા આ મામલે તેનાથી ઘણા પાછળ છે. જ્યારે વિરાટ કોહલી આસપાસ પણ નથી. 24 સપ્ટેમ્બર 2007ના રોજ ભારતીય ટીમે ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતે ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું.
MS Dhoni Era kick started on this day in 2007 by winning the T20 World Cup, he won as a captain:
T20 WC in 2007 CB series in 2008 Test mace in 2010 IPL in 2010 CLT20 in 2010 Asia Cup in 2010 WC in 2011 Test mace in 2011 IPL in 2011 CT in 2013 CLT20 in 2014 Asia Cup in 2016 IPL… pic.twitter.com/IqeX0WZKif
એમએસ ધોનીએ કુલ 15 ટાઈટલ જીત્યા છે
42 વર્ષના એમએસ ધોનીએ T20 ઈન્ટરનેશનલ કરિયરમાં 2 ટાઈટલ જીત્યા છે. વનડે કરિયરની વાત કરીએ તો ધોની 7 ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો. જેમાં 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ સામેલ છે. ટી20 લીગની વાત કરીએ તો તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વખત આઈપીએલ અને 2 વખત ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઈટલ અપાવ્યું છે. આ રીતે માહીએ કુલ 15 ટાઈટલ જીત્યા છે.
કઇંક આવો છે રોહિત શર્માનો રેકોર્ડ
રોહિત શર્માના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે વન ડેમાં 2 અને T20 ઈન્ટરનેશનલમાં એક ખિતાબ જીત્યો છે. આ સિવાય તેણે મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલના 5 ટાઈટલ અને ચેમ્પિયન્સ લીગ ટી20નું એક ટાઈટલ જીતવામાં મદદ કરી છે. એટલે કે રોહિતે કુલ 9 ટાઈટલ જીત્યા છે.
When MS Dhoni won the WC Trophy on this day in 2007 who would have thought he would go on to win two more ICC trophies for #TeamIndia! LEGEND @msdhoni 🇮🇳 pic.twitter.com/0q1vSIvQcS
રેકોર્ડની આસપાસ પણ નથી વિરાટ કોહલી
કેપ્ટન તરીકે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને T20 લીગ સુધી એક પણ ખિતાબ જીતી શક્યો નથી. કેપ્ટન તરીકે કોહલી 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે તો 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. મતલબ કે કોહલીએ ટીમને 2 ફાઈનલમાં ચોક્કસ પહોચી હતી, પરંતુ તે ટાઈટલ જીતી શક્યો ન હતો. કેપ્ટન તરીકે તે IPLમાં એક પણ ટાઇટલ જીતી શક્યો નથી.
મોહમ્મદ અઝહરુદ્દીન ટોપ પર છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ખિતાબ જીતનાર ભારતીય કેપ્ટનના રેકોર્ડ પર નજર કરીએ તો પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ટોપ પર છે. તેણે કુલ 11 ટાઇટલ જીત્યા છે. અન્ય કોઈ કેપ્ટન 10 ટાઈટલ સુધી પણ પહોંચી શક્યો નથી. મહેન્દ્ર સિંહ ધોની 9 ખિતાબ સાથે બીજા સ્થાને, રોહિત શર્મા 3 ખિતાબ સાથે ત્રીજા સ્થાને જ્યારે કપિલ દેવ 2 ખિતાબ સાથે ચોથા સ્થાને છે. સૌરભ ગાંગુલી, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર અને દિલીપ વેંગસરકર કેપ્ટન તરીકે એક-એક આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતવામાં સફળ રહ્યા હતા.