બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / The Union Ministry of Education has announced strict guidelines for private coaching classes

મહામંથન / કોચિંગ ક્લાસ માટે સરકારની નવી માર્ગદર્શિકાથી દૂષણ અટકશે? નિયમભંગ બદલ કેવી સજા? 16 વર્ષથી ઓછી ઉમંરના માટે કેમ લેવાયો નો-એન્ટ્રીનો નિર્ણય

Dinesh

Last Updated: 09:12 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સહિતના ઘટનાક્રમમાં એક સમાચાર ઉડીને આંખે વળગે એવા હતા કે જેમાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે ખાનગી કોચિંગ ક્લાસ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે

  • કોચિંગનું દૂષણ ગાઈડલાઈનથી અટકશે?
  • કોચિંગ ક્લાસ માટે સરકારની નવી માર્ગદર્શિકા
  • 16 વર્ષથી ઓછી વય તો ટ્યૂશન નહીં


ભારતની શિક્ષણપ્રણાલીમાં એક સમય હતો કે જ્યારે વિદ્યાર્થી માટે તેની શાળા સર્વસ્વ હતી અને જે તે ધોરણના પુસ્તકને અત્યંત પવિત્ર ગણવામાં આવતા. પુસ્તકના આધારે ટ્વીસ્ટ કરીને પરીક્ષામાં સવાલ પણ પૂછાતા અને તેજસ્વી વિદ્યાર્થીઓ તેના જવાબ પણ આપતા હતા. જે પેઢી નવી એસ.એસ.સી.માં ભણી છે તેને કદાચ ખ્યાલ નહીં હોય પણ જૂની પેઢીના લોકોમાં જો કોઈએ શાળા ઉપરાંત ખાનગી ટ્યૂશન રાખ્યા હોય તો તેની મજાક ઉડાવવામાં આવતી અને પુસ્તક સિવાય ખાનગી પ્રકાશનની ગાઈડ કોઈ પાસે જોવા મળે તો તેની પણ મજાક કરવામાં આવતી. બીજી તરફ આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. હવે શાળા કરતા કોચિંગ ક્લાસને વધુ મહત્વ આપવામાં આવે છે. સ્કૂલ સાથે વિદ્યાર્થીઓને નામ માત્રનો સંબંધ રહ્યો છે. અને વિદ્યાર્થીની બેગમાં જે તે ધોરણના પુસ્તક કરતા ખાનગી પ્રકાશનના અસાઈન્મેન્ટ અને ગાઈડ વધુ જોવા મળશે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સહિતના ઘટનાક્રમમાં એક સમાચાર ઉડીને આંખે વળગે એવા હતા કે જેમાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે ખાનગી કોચિંગ ક્લાસ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકાની અન્ય જોગવાઈઓ તો કડક છે જ પણ મૂળ વાત એ છે કે જો વિદ્યાર્થીની ઉમર 16 વર્ષની નથી તો તેને કોચિંગ સેન્ટરમાં દાખલ જ નહીં કરી શકાય જેનો અર્થ એ છે કે વિદ્યાર્થીએ ટ્યૂશન ક્લાસમાં જોડાવું હશે તો તે 16 વર્ષથી વધુ વય ધરાવતો હોવો જોઈએ. માર્ગદર્શિકાના મૂળમાં સુપ્રીમકોર્ટમાં વાલી અને કેટલીક NGO દ્વારા થયેલી અરજી છે. વર્ષ 2023માં રાજસ્થાનના કોટામાં ખાનગી કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવ સતત સામે આવતા રહ્યા. જો સુપ્રીમકોર્ટની જ વાત માનીએ તો વિદ્યાર્થીઓના આપઘાત પાછળ સુપ્રીમકોર્ટે ખુદ મા-બાપની અમાપ અપેક્ષાને ગણે છે ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળેલા કોચિંગ ક્લાસ સામે નજર પણ ન કરીએ એવું શક્ય નથી. 

સરકારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી
જ્યાં જુઓ ત્યાં ટ્યૂશન ક્લાસીસ ફૂટી નિકળ્યા છે. ટ્યૂશન ક્લાસ હવે શિક્ષણનું માધ્યમ ન રહેતા લગભગ દૂષણ બની ગયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી અને સરકારે સ્પષ્ટ કહ્યું કે 16 વર્ષથી નીચેના બાળકોને કોચિંગ ક્લાસ જોઈન નહીં કરાવી શકાય. સરકારે આ માટે સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી છે. સવાલ એ છે કે ગાઈડલાઈનની અમલવારી કઈ રીતે થશે? ટ્યૂશનની ચલણ ઠેર-ઠેર વધી રહ્યું છે ત્યારે ટ્યૂશન ક્લાસ બંધ કઈ રીતે થશે?

સરકારની માર્ગદર્શિકામાં શું છે?
ગમે ત્યાં, ગમે ત્યારે ટ્યૂશન ક્લાસ નહીં શરૂ કરી શકાય તેમજ કોચિંગ ક્લાસનું રજીસ્ટ્રેશન ફરજિયાત અને 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓનું નામ દાખલ નહીં કરી શકાય. મનફાવે તેમ ફી નહીં વસૂલી શકાય અને આગ, ભૂકંપ જેવી દુર્ઘટના સમયે પૂરતા બચાવના સાધનો હોવા જોઈએ. ટ્યુશન કરાવનાર ઓછામાં ઓછો સ્નાતક હોવો જોઈએ. ટ્યુશન ક્લાસ ચલાવનારનો કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવો જોઈએ. પરીક્ષામાં પાસ કરાવવાની 100% ગેરેંટી જેવી ભ્રામક જાહેરાતોની મનાઈ તેમજ તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવવાનું રહેશે. કોર્સની અધવચ્ચેથી ફી નહીં વધારી શકાય તેમજ ફી ભર્યા પછી વિદ્યાર્થી અધવચ્ચે કોર્સ છોડવા માંગે તો જરૂરી ફી પરત કરવાની રહેશે. શાળા કે સંસ્થાના સમયગાળામાં ક્લાસીસના સમય નહીં રાખી શકાય. વહેલી સવારના કે મોડી રાત્રે ક્લાસ નહીં રાખી શકાય તેમજ વિદ્યાર્થી અને શિક્ષકોને અઠવાડિક રજા મળશે અને તહેવારમાં વિદ્યાર્થીઓ તેના પરિવાર સાથે જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરવી પડશે. ક્લાસમાં બાળકોની સંખ્યાની માહિતી સ્કૂલ અને શિક્ષણ વિભાગને આપવી પડશે

નિયમભંગ થશે તો શું?
પહેલી વાર નિયમભંગ બદલ 25 હજારનો દંડ જ્યારે બીજી વાર નિયમભંગ બદલ 1 લાખનો દંડ થશે. ત્રીજી વાર નિયમભંગ બદલ રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે

મામલો કઈ રીતે સામે આવ્યો?
અનિરુદ્ધ નારાયણ નામના વાલી તથા અન્ય NGO તરફથી અરજી થઈ તેમજ રાજસ્થાનના કોટામાં કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા વધ્યા છે. વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સુપ્રીમકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે.

આ આંકડો જ ચિંતાજનક
માત્ર કોટામાં જ 2023માં કોચિંગ ક્લાસના 23 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો

સુપ્રીમકોર્ટે શું કહ્યું હતું?
સમસ્યાના મૂળમાં વિદ્યાર્થીના વાલીઓ છે, કોચિંગ ક્લાસીસ નહીં
વાલીઓની અપેક્ષાઓ સંતાનો પૂરી નથી કરી શકતા
મા-બાપને પોતાના સંતાનો પાસે વધુ પડતી અપેક્ષા છે
અમે ખુદ વધુ પડતા ટ્યુશન ક્લાસ શરૂ થાય એવું નથી ઈચ્છતા
વિદ્યાર્થીઓ વચ્ચે તીવ્ર હરિફાઈ છે
એક અથવા અડધા માર્કથી વિદ્યાર્થી પાછળ રહે છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ