બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / The state GST department has earned Rs 5216 crore during October-2023

ઈકોનોમી / ગુજરાતને GST માંથી કેટલી આવક થઈ? લક્ષ્યાંકના 61% વધારે કમાણી, ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત બન્યો રેકોર્ડ

Dinesh

Last Updated: 06:21 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Department Revenue : રાજ્ય GST વિભાગને ઓક્ટોબર- 2023 દરમ્યાન રૂપિયા 5216 કરોડની આવક થઈ છે, ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત રૂપિયા 5000 કરોડને પાર આવક થઈ છે

  • રાજ્ય GST વિભાગે કરી 5216 કરોડની આવક 
  • ઓક્ટોબર- 2023 દરમ્યાન રૂ. 5216 કરોડની આવક થઈ
  • ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત રૂ. 5000 કરોડને પાર થઈ આવક


GST Department Revenue : ગુજરાત રાજ્યમાં  GST વિભાગને રૂપિયા 5216 કરોડની આવક થઈ છે. આપને જણાવીએ કે, ઓક્ટોબર- 2023 દરમ્યાન ₹ 5216 કરોડની આવક નોંધાઈ છે. જો કે, ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત ₹ 5000 કરોડને પાર આવક થઈ છે. તેમજ આ વર્ષના પ્રથમ 7 માસમાં  ₹ 37216 કરોડની આવક નોંધાઈ છે.

ગુજરાતમાં GST વિભાગે કરી મોટી કાર્યવાહી, આ કારણે એકસાથે 37 હજાર લોકોને  ફટકારી નોટિસ | Gujarat GST department issues notice to 37 thousand people

રાજ્યને વેટ હેઠળ રૂપિયા 2616 કરોડની આવક થઈ
ગત વર્ષની રૂપિયા 31171 કરોડની આવક કરતા 19 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર-2023માં રાજ્યને વેટ હેઠળ રૂપિયા 2616 કરોડની આવક થઈ છે. જ્યારે ઓક્ટોબર-2023માં GST અને વેટ હેઠળ કુલ રૂપિયા 7832 કરોડની આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં GST-વેટ હેઠળ કુલ રૂપિયા 64816 કરોડની આવક થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલા લક્ષ્યાંકના 61 ટકા વધારે છે

નાણાં મંત્રાલયે ઓક્ટોબર 2023ના આંકડા જાહેર કર્યાં 
કેન્દ્રના નાણાં મંત્રાલયે ઓક્ટોબર 2023 માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ઓક્ટોબરમાં દેશમાં જીએસટી કલેક્શન 1,72,003 કરોડ રૂપિયા છે. તેમાંથી 30,062 કરોડ રૂપિયા સીજીએસટી, 38,171 કરોડ રૂપિયા એસજીએસટી, 91,315 કરોડ રૂપિયા આઇજીએસટી અને 12,456 કરોડ રૂપિયા સેસ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ જીએસટી કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે 11 ટકા વધારે છે. આ સાથે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.

ઓક્ટોબરમાં કેમ વધ્યું જીએસટી કલેક્શન
ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રી, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે એટલે સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુઓ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ