બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The same concern happened: Corona erupted again in Gujarat, the government in action called an immediate meeting

અસમંજસ / જે ચિંતા હતી એ જ થયું: ગુજરાતમાં ફરી વકર્યો કોરોના, એક્શનમાં આવેલ સરકારે તાત્કાલિક બોલાવી બેઠક

Mehul

Last Updated: 04:08 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલની સ્થિતિ એ કોરોના સંક્રમણ  વધશે તો ધોરણ 1 થી 5નાં વર્ગો શરુ નહિ થાય. સાથોસાથ,કોરોનાના કેસ પર  નિયંત્રણ લાદવા અને અસરકારક પગલાં લેવા રાજ્યના મુખ્ય સચિવે સૂચનાઓ આપી.

  • કોરોના સંક્રમણ વધતા ધોરણ  1 થી 5નાં વર્ગ શરુ નહિ થાય 
  • રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે કરી કલેકટર સાથે સમિક્ષા
  • કોરોનાના વધતા સંક્રમણ પર કાબુ માટે પગલાં લેવા સુચના 

ગુજરાતમાં કોરોના સંક્રમણના  કેસ દિન પ્રતિદિન વધતા જવાની ભીતિ છે ત્યારે, મહાનગર પાલિકાએ દીપાવલીના તહેવારો બાદ આજથી ટેસ્ટીંગ પ્રક્રિયામાં વધારો કર્યો છે.આટલું જ નહિ, દીપાવલીના વેકેશન બાદ બહાર ફરીને આવેળા નાગરીકોનું પણ ટેસ્ટીંગ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ જેવા શહેરોમાં ટેસ્ટીંગ બૂથ ફરીથી ખુલવા લાગ્યા છે.ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે બેઠક કરી હતી.આ સાથે તેઓએરાજ્યના વિવિધ જીલ્લાઓના કોરોના સંક્રમણની સ્થિતિના આંકડાથી વાકેફ થઈને જિલ્લાવાર સમીક્ષા કરી હતી.હાલની સ્થિતિ એ કોરોના સંક્રમણ  વધશે તો ધોરણ 1 થી 5નાં વર્ગો શરુ નહિ કરવમાં આવે. સાથોસાથ,કોરોનાના કેસ પર  નિયંત્રણ લાદવા અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપી હતી.

સંકલન બાદ જ લેવાશે નિર્ણય 

ગુજરાતમાં દિવાળી વેકેશન ખૂલવાને હજુ  એક સપ્તાહની જ વાર છે ત્યારે, શાળાઓ ખુલવા અંગે વાલીઓ -વિદ્યાર્થીઓ સાથે સરકાર પણ થોડી અસમંજસમાં છે.  ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના  આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ, મનોજ અગ્રવાલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય વિભાગના સંકલન બાદ જ શાળાઓ ખુલવા અંગે નિર્ણય લેવાશે.

બાળકોના વેક્સીન અંગે કેન્દ્રની સુચના પ્રમાણે કામ થશે શિક્ષણ 

રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે ધોરણ 1 થી પાંચનાં વર્ગો હજુ શરુ નથી થઇ શક્યા.ધોરણ 6 થી 8 નાં વર્ગો પણ સ્કૂલ સાથે ઓન લાઈન પણ ચાલે છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે અગ્રવાલે કહ્યું છે કે, શાળાઓ સંપૂર્ણ હાજરી કે અડધી હાજરી સાથે ખોલવી તે અંગે હજુ વિચારણા થશે. રાજ્ય સરકાર બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. આરોગ્ય વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી દાખવશે. વધુમાં,વેકેશનમાં ગુજરાત બહાર ગયેલા બાળકોનો જરૂર પ્રમાણ RT-PCR પણ કરવામાં  આવશે.આ ઉપરાંત,કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. અને બાળકોના વેક્સીન મુદ્દે કેન્દ્ર સરકારની સુચના આધિન કામગીરી થશે
  
અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

ગત સપ્તાહે  શિક્ષણ મંત્રીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ