ન્યૂઝ અપડેટ્સ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / The power of the leader of the opposition is like that of a cabinet minister
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે 156, કોંગ્રેસે 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં ગુજરાત વિધાનસભા (વિરોધપક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો, 1979 એવું કહે છે, સત્તા પક્ષ સિવાયના પક્ષના સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા મળે છે.
ADVERTISEMENT
1985 જનતા દળને મળી હતી 14 બેઠક
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો પર 1137 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે જીતનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. કોંગ્રેસ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકમાંથી 149 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. 1985માં જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી.
વિપક્ષ પદ માટે કોંગ્રેસની મથામણ
વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ હવે વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. વિપક્ષના નેતાની રેસમાં જીગ્નેશ મેવાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે શૈલેષ પરમાર, ડો. તુષાર ચૌધરીનું નામ પણ રેસમાં છે. કોંગ્રેસમાં હવે વિપક્ષના નેતાના નામ પર વિચારણા ચાલી રહી છે.
ADVERTISEMENT

કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ મળે છે હોદ્દો
ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો, 1979 એવું કહે છે કે, વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ હોદ્દો મળે છે. વિપક્ષના નેતાને ધારાસભ્ય પદને મળતી તમામ સુવિધા ઉપરાંત કેબિનેટ કક્ષાના મંત્રીના સમકક્ષ સુવિધા મળે છે.
ADVERTISEMENT
કેવી મળે છે સુવિધા?
વિપક્ષના નેતાને શાનદાર બંગલો મળવાની સાથે-સાથે કેબિનેટ મંત્રીની માફક યાત્રા ભથ્થું તેમજ યાત્રા સુવિધાઓ, રેલવે યાત્રા સુવિધાઓ, સ્ટીમર પાસ, ટેલિફોન સુવિધાઓ મળે છે. આ ઉપરાંત વિપક્ષના નેતાને બંગલો, ગાડી, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યક્તિઓનો સ્ટાફ પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ