બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has predicted dry weather in the state for the next 5 days

આગાહી / તાપમાનમાં વધ-ઘટ, વરસાદ નહિવત, શું કહે છે હવામાન વિભાગ? જાણો આગામી 5 દિવસની આગાહી

Vishal Khamar

Last Updated: 04:29 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં વાતાવરણને લઈ આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. તેમજ બે દિવસ બાદ તાપમાનનો પારો વધી શકે છે.

  • હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની કરી આગાહી
  • રાજ્યમાં આગામી થોડા દિવસો વરસાદની કોઇ શક્યતા નથી
  • રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું

હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે. અમુક વખત વાતાવરણમાં પલ્ટો આવતા શિયાળાની સીઝનમાં ચોમાસાનો અનુભવ કરવો પડે છે. ત્યારે હાલ રાત્રે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ત્યારે આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સુકુ રહેશે. તેમજ આ મહિનાના અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.

ર્ડા. મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)

મહિનાનાં અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે
હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહંતીએ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરી છે.  વરસાદ થવાની સંભાવના નથી. પરંતું અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.   રાજ્યમાં 2 દિવસ બાદ એક થી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે. 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. રાજ્યમાં આગામી થોડા દિવસો વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 17.7 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન નોંધાવા પામ્યું છે. તેમજ ડિસેમ્બર મહિનાનાં અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. 

ગઈ કાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું હતુ
ગત રોજ અમદાવાદમાં 17.4 ડિગ્રી, વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 21.8, રાજકોટ 16.6 તેમજ  દ્વારકા 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજની વાત કરીએ તો જ્યાં 15.8, ડિસામાં 14.6, વેરાવળમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ