બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The lioness of Gujarat who is still remembered by people: made three world records and breathed her last on August 15

અનોખી શ્રદ્ધાંજલિ / ગુજરાતની એ સિંહણ જેને આજે પણ યાદ કરે છે લોકો: ત્રણ વર્લ્ડરેકોર્ડ બનાવી 15 ઓગસ્ટે લીધા અંતિમ શ્વાસ, હવે અમરેલીમાં બનાવાયું સ્ટેચ્યૂ

Vishal Khamar

Last Updated: 07:55 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં વન્યજીવ પ્રેમીઓની સિંહણને અનોખી શ્રદ્ધાંજલી અર્પી હતી. ક્રાંકચમાં " રાજમાતા" સિંહણનું સ્મારક બનાવાયું હતું. વન્યજીવ સંશોધકોએ સિંહણનાં ગળામાં રેડિયો કોલર લગાવ્યું હોવાથી સ્થાનિકો તેમને "કોલરવાલી" પણ કહેતા હતા.

  • વન્યજીવ પ્રેમીઓની સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ
  • ક્રાંકચમાં "રાજમાતા" સિંહણનુ સ્મારક બનાવાયુ
  • ગામના એક ડુંગર ઉપર નિર્માણ કરાયુ સ્મારક

અમરેલી જિલ્લાના ક્રાંકચ પંથકના લોકોએ એક સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ પંથકના લોકોએ "રાજમાતા" નામની સિંહણનુ સ્મારક બનાવ્યુ છે. ગામના એક ડુંગર ઉપર રાજમાતાનુ સ્મારક બનાવી "દુનિયાની સૌથી વધુ પ્રસિદ્ધ સિંહણ" તરીકે નવાજવામાં આવી છે. લીલીયા તાલુકાના ક્રાંકચમાં વન્યજીવ પ્રેમીઓએ પ્રતિમા બનાવીને સિંહણને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સિંહણે લીલીયા તાલુકાને પોતાનુ નિવાસ સ્થાન બનાવ્યુ હતુ અને ઘણાં બચ્ચાંને જન્મ આપીને ક્રાંકચના વિસ્તારમાં સાવજોનુ સામ્રાજ્ય સ્થાપિત કર્યુ હતુ. 

ગળામાં રેડિયો કોલર લગાવ્યુ હોવાથી સ્થાનિકો "કોલરવાલી" પણ કહેતા
સિંહણને રાજમાતાના નામથી પણ ઓળખવામાં આવતી હતી. રાજમાતાના નામે જંગલમાં લાંબા સમય સુધી જીવિત રહેવાનો, સૌથી વધુ બચ્ચાંને જન્મ આપવાનો અને 18 વર્ષની ઉંમરે એક બચ્ચાંને જન્મ દેવા સહિતના 3 વિશ્વ રેકોર્ડ બન્યા હતા. 15 ઓગષ્ટ 2020 માં સિંહણના મોત બાદ વન્યજીવ પ્રેમીઓનુ સ્મારક બનાવવાનુ સ્વપ્ન સાકાર થયુ છે. વર્ષ 2008 માં ભારતીય વન્ય જીવ સંસ્થાનના સંશોધકોએ સિંહણના ગળામાં રેડિયો કોલર લગાવ્યુ હોવાથી સ્થાનિકો "કોલરવાલી" પણ કહેતા હતા. 

વધુ વાંચોઃ રાજકોટમાં દીપડાના કારણે લોકોની મૉર્નિંગ વૉક બંધ, સુરત અને સાબરકાંઠામાં પણ ઘૂસ્યો દીપડો...: ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં દહેશત

ક્રાંકચમાં વસેલા તમામ સિંહો રાજમાતાના સંતાનો અથવા તેમના વંશજો
મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજ જોષી, જલપાન રૂપાપરા, પૂર્વેશ કાચા, ભરતભાઈ ખાચર અને વન્યજીવ પ્રેમીઓએ રાજમાતાની યાદમાં પ્રતિમા બનાવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ક્રાંકચમાં વસેલા તમામ સિંહો રાજમાતાના સંતાનો અથવા તેમના વંશજો છે. રાજમાતાના કારણે ક્રાંકચ પંથકમાં અનેક સિંહો વસવાટ કરી રહ્યા છે. ક્રાંકચ અને આજુબાજુના ગામડાઓમાં રાજમાતા લોકપ્રિય હોવાથી લાંબો સમય સુધી જીવિત રહી હોવા છતાં એકપણ માણસને નુકસાન કર્યુ ન હોતુ.

 સિંહણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છેઃ મનોજ જોશી (પ્રકૃતિ પ્રેમી)
આ બાબતે પ્રકૃતિ પ્રેમી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, અમે તેને ગૌરવ શાળી એટલે કહીએ છીએ કે, સિંહણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટે પણ તેની નોંધ લીધી છે. એમાં સૌથી વધુ વિસ્તારમાં જે ફરવા વાળી છે તે માદા રાજમાતા છે. એમને એક એ પણ રેકોર્ડ છે કે સૌથી વધુ સાત વખત તેમણે બચ્ચા આપ્યા છે. ત્રીજો રેકોર્ડએ છે કે સિંહણની 18 વર્ષની ઉંમર હતી ત્યારે તે માતા બની હતી. એક બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે સૌથી ગૌરવ શાળી જે છે તે રાજમાતા છે. એટલે અહીંયા તેમનું સ્ટેચ્યું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ