બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / The holy day of worshiping Bholanath

મહાશિવરાત્રિ / આજે જીવ અને શિવના મિલનનો દિવસ: હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો, શિવમય બન્યા લોકો

Dinesh

Last Updated: 07:05 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રીને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરથી લઈ રાજ્યના વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં.

  • ભોળાનાથને રિઝવવાનો પવિત્ર દિવસ
  • શિવ અને માતા પાર્વતીની પૂજાનો દિવસ
  • શિવરાત્રીની અનેક માન્યતા અને દંતકથાઓ

આજે ભગવાન ભોળાનાથને રિઝવવાનો પવિત્ર તહેવાર એટલે શિવરાત્રી છે. શિવરાત્રી એટલે શિવ અને માતા પાર્વતીની પૂજાનો સૌથી મોટો તહેવાર. મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રીનો પર્વ ઊજવવમાં આવે છે. શિવજીના આ વિશેષ પર્વ પર ભક્તો દ્વારા ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રીના આ પર્વ સાથે જોડાયલી અનેક માન્યતાઓ અને દંતકથાઓ છે. આજના દિવસે અનેક લોકો ભક્તિ અને શ્રદ્ધાથી મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રીનો આ દિવસ તમામ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.

ભક્તિ અને શ્રદ્ધાથી ભોળાનાથની પૂજા-અર્ચના
મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પૂર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયાએ દિવસથી સિધ્ધક્ષેત્ર ગીરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાની લોકવાયકા છે.આ મેળામાં ભવનાથ, ભભુતી, ભજન અને ભોજનનો સમન્વય સર્જાય છે. મહાશિવરાત્રીનો મેળો એટલે હરિ સાથે હર અને શિવ સાથે જીવના સમન્વયનો મેળો છે. અહીં હિમાલયની ગુફાઓમાં ધ્યાન ધરતા સિધ્ધ પુરૂષો કાશ્મીરથી કન્યાકુમારી સુધી પગપાળા કરનારા સન્યાસીઓ, અખાડાના સંતો મહંતોનાં દર્શન થાય છે. ઠેકઠેકાણે સાધુસંતોની ધુણી ધખતી જોવા મળે છે. 

ભક્તોત માટે જીવનભરનું દિવ્ય સંભારણું બની રહેશે
દેવાધિદેવ ભગવાન શિવના વિશેષ પૂજનનો અવસર એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીને કાળરાત્રી પણ કહેવામાં આવે છે ત્યારે આ દિવસે ભગવાન શિવની પૂજા માટે ભક્તોમાં ખાસ મહાત્મ્ય હોય છે.જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરાઈ રહી છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો  અને ભાવિકો માટે સુવિધાઓની વિશેષ તૈયારી કરાઈ છે. સોમનાથ મહાદેવ મંદિરે ખાતે મહા શિવરાત્રી પર્વ ને લઈ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો  રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ સુધી શ્રદ્ધાળુઓ મહા મૃત્યુંજય યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવી છે. ત્યારે આ વખતે ભગવાન શિવની આરાધનાનો ઉત્સવ ભક્તોત માટે જીવનભરનું દિવ્ય સંભારણું બની રહેશે તે નક્કી છે.


હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો
મહાશિવરાત્રીના પર્વ ને લઇને ભાવનગરમાં બ્રહ્મ સેવા સંઘના ઉપક્રમે જવાહર મેદાન ખાતે 2.15 લાખ રુદ્રાક્ષનું શિવજીનું શિવલીંગ બનાવવામાં આવ્યું છે. શિવરાત્રીના પર્વને લઇને લોકો શિવમય બન્યા છે. જવાહર મેદાનખાતે સત્તત બીજા વર્ષે પણ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શવિલિંગની ઊંચાઈ 25 ફૂટ છે. ભાવનગરમાં શિવરાત્રી પર્વને ધ્યાને લઈને બનાવાયેલા આ શિવલિંગ નિહાળવા આવતા લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.  અને મનને શાંતિ મળતી હોવાનું જણાવે છે. અહીં 1 મુખ થી લઇને 14 મુખી સુધીના રુદ્રાક્ષ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. શિવરાત્રી બાદ લોકોને સામાન્ય ચાર્જ લઈને આ રુદ્રાક્ષ આપવામાં આવશે. અહીં રોજ આમંત્રીત મહેમાનો દ્વારા આરતી ઉતરવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ