બ્રેકિંગ ન્યુઝ
Ronak
Last Updated: 12:49 PM, 30 January 2022
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલની પ્રખ્યાત અભિનેત્રી બબીતા જી એટલે કે મુનમુન દત્તની મુશ્કેલીઓ વધી રહી છે. તેની જલ્થી ધરપકડ થાય તેવી આશંકા સેવાઈ રહી છે. એક વિવીદિત વીડિયોને કારણે મુનમુન દત્ત ચર્ચામાં આવી છે. જે વીડિયોમાં તેણે અમુક જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
કોર્ટ દ્વારા અરજી રદ કરવામાં આવી
ગત વર્ષે પણ મુનમુન દત્તનો આ વીડિયોને લઈને ઘણો વિરોધ થયો હતો જોકે બાદમાં તેણે આપેલા નીવેદનને લઈને તેણે માફી પણ માગી હતી. તેમ છતા પણ તેની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો કારણકે કોર્ટ દ્વારા તેની અરજી રદ કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર થયો હતો વીરોધ
આપને જણાવી દઈએ કે 2021માં મુનમુન દત્તે તેના યુ ટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમા તેણે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી. જે ટિપ્પણી અનુસૂચિત જાતિના સમુદાયને ટાર્ગેટ થતી હતી. આ વીડિયો અપલોડ થતાજ સોશિયલ મીડિયા પર તેનો વિરોધ થયો હતો જેમા #ArrestMunmunDuttaનુ ટ્રેડિંગ પણ ચાલ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પણ અરજી રદ કરી
સમગ્ર મામલે મુનમુન દત્ત દ્વારા જામીન અરજી પણ કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા રદ કરી દેવામાં છે. જેથી ગમે તે સમયે તેની ધરપકડ થઈ શકે છે. મુનમુન દત્તની ફરિયાદ હિસાસ સહિત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં થઈ હતી. જેમા વિવાદીત વીડિયોને કારણેજ તેની સામને ફરિયાદો થઈ હતી. આ મામલે મુનમુને હિરાસમાં જે ફરિયાદ થઈ હતી તેને લઈને સુપ્રીમ કોર્ટમાં તપાસ મુદ્દે અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેની અરજી રદ કરી કાઢી છે.
ગમે તે સમયે થઈ શકે છે ધરપકડ
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં પણ મુનમુન દત્ત તેની ધરપકડને રોકવા અરજી કરી પરંતું ત્યા પણ કશું ન થઈ શક્યું. ત્યારબાદ મુનમુન દત્તે એસસી એસટી એક્ટ હેઠળ વિશેષ અદાલતમાં તેની અરજી સ્થાનાંતરિત કરી હતી. પરંતુ ત્યા પણ તેની અરજી રદ કરી દેવામાં આવી. જેથી હવે ગમે તે સમયે તેની ધરપકડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.