બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:11 PM, 4 January 2024
ADVERTISEMENT
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં દિવસે પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. હાલ તેની તૈયારીઓ ચાલી રહી છે. પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કેટલાક લોકોને નિમંત્રણ મળ્યું છે. આ સાથે રામ મંદિરને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી વેંકટેશ પ્રસાદની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT
વેંકટેશ પ્રસાદ
વેંકટેશ પ્રસાદની ગણતરી ભારતના મહાન ફાસ્ટ બોલરોમાં થાય છે. તે 2007 માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો બોલિંગ કોચ હતો. પ્રસાદે એક્સ [ટ્વિટર] પર પોસ્ટમાં લખ્યું છે કે 'મારી એવી આશા અને અભિલાષા હતી કે મારા જીવનકાળમાં રામ મંદિરનું અભિષેક થાય, આ કેવી પળો છે. તેમને આગળ લક્યું કે માત્ર અભિષેક જ નથી થઈ રહ્યું પરંતુ મારા જીવનકાળમાં ભારતનાં સૌથી મહાન ક્ષણમાં સામેલ થવાનું સૌભાગ્ય પણ મળી રહ્યું છે. આમંત્રણ માટે ધન્યવાદ, જય શ્રી રામ.
ADVERTISEMENT
લોકોમાં ઉત્સાહ
અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને થોડા જ દિવસો બાકી છે. શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતનાં ભૂત પૂર્વ ક્રિકેટ ખેલાડીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમને અયોધ્યા ખાતે રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને આમંત્રણ મળ્યું છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટને જોતાં લાગે છે કે તેઓ આ આમંત્રણને લઈને ખુબજ ખુશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.