બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Terrible violence on polling day in Bengal: Bombs hurled-fired, seven dead in 24 hours

બંગાળ હિંસા / બંગાળમાં મતદાનના દિવસે ભયંકર હિંસા: બૂથ પર હુમલા, બોમ્બ ફેંકાયા-ગોળીબાર થયો, 24 જ કલાકમાં સાતના મોત

Priyakant

Last Updated: 12:50 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bengal Violence News: તૃણમૂલ કોંગ્રેસના પાંચ, ભાજપ અને સીપીઆઈ(એમ)ના એક-એક કાર્યકર્તા મળી 7 લોકોના મોત, ઘણા કાર્યકરોને ગોળી વાગી તો ઘણા હુમલામાં ઘાયલ થયા

  • પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ
  • મતદાન પહેલા મોડી રાતથી ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી
  • અલગ-અલગ જિલ્લામાં હિંસાને કારણે 7 રાજકીય કાર્યકરોના મોત 

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ મતદાન પહેલા મોડી રાતથી ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી હતી. અલગ-અલગ જિલ્લામાં હિંસાને કારણે ઓછામાં ઓછા 7 રાજકીય કાર્યકરોના મોત થયા છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના પાંચ, ભાજપ અને સીપીઆઈ(એમ)ના એક-એક કાર્યકર્તા છે. આ સિવાય ઘણા કાર્યકરોને ગોળી વાગી છે, ઘણા હુમલામાં ઘાયલ થયા છે. તમામ પક્ષો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યા છે. આ પ્રકારની હિંસા ત્યારે થઈ રહી છે જ્યારે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ તૈનાત કરવામાં આવી છે.

BJPએ કૂચબિહાર જિલ્લામાં તેના એક પોલિંગ એજન્ટ માધવ બિસ્વાસનો વીડિયો શેર કર્યો છે. TMC કાર્યકર્તાઓ પર આરોપ લગાવતા ભાજપે કહ્યું કે, માધવની ખૂબ જ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે. માધવ કૂચબિહારના ફાલીમારી ગામમાં પોલિંગ એજન્ટ હતો. હુમલા બાદ આ બૂથ પર મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. માયા બર્મન અહીંથી ભાજપના ઉમેદવાર છે. ન્યૂઝ એજન્સી ANIએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં માયાના માથા પર પટ્ટી બાંધેલી છે. માયાનો આરોપ છે કે, TMCના ગુંડાઓએ તેના એજન્ટ પર બોમ્બ ફેંકીને તેની હત્યા કરી હતી. તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

કાર્યકર્તાઓ પર હુમલા 
TMC કાર્યકર્તાઓ પર પણ ઘણી જગ્યાએ હુમલા થયા છે. મુર્શિદાબાદ જિલ્લો પહેલેથી જ ભારે હિંસાની ઝપેટમાં છે. અહીંના કપાસડાંગા વિસ્તારમાં TMCના એક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં લાવવામાં આવતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મુર્શિદાબાદના રેજી નગર ખાતે કથિત બોમ્બ વિસ્ફોટમાં અન્ય ટીએમસી કાર્યકરનું મૃત્યુ થયું હતું. અને જિલ્લાના ખરગ્રામ વિસ્તારમાં પાર્ટીના કાર્યકરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

તૃણમૂલ કોંગ્રેસે શું કહ્યું ? 
તૃણમૂલ કોંગ્રેસે કાર્યકરો પર હુમલા અને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા માટે રાજ્યમાં તૈનાત કેન્દ્રીય દળોને જવાબદાર ઠેરવ્યા હતા. TMCએ સત્તાવાર હેન્ડલ પરથી ટ્વિટર પર લખ્યું કે, આવી દુ:ખદ ઘટનાઓ મતદારોને આંચકો આપે છે. રેજીનગર, તુફાનગંજ અને ખરગ્રામમાં અમારી પાર્ટીના ત્રણ કાર્યકરો માર્યા ગયા છે. ડોમકોલમાં બે કાર્યકર્તાઓને ગોળી વાગી છે. ભાજપ, સીપીઆઈએમ અને કોંગ્રેસ કેન્દ્રીય દળોને તૈનાત કરવા માટે સખત દબાણ કરી રહ્યા છે. તેથી કેન્દ્રીય દળો ક્યાં છે? જ્યારે તેમની સૌથી વધુ જરૂર હોય ત્યારે દળો? આ ચૂંટણી શરૂ થાય તે પહેલા જ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તેમની નિષ્ફળતાનું સૂચક છે.

ટીએમસીના એક કાર્યકરનું મોત
માલદામાં પણ કોંગ્રેસ સાથેની અથડામણમાં ટીએમસીના એક કાર્યકરનું મોત થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ બોમ્બ ધડાકા પણ કરવામાં આવ્યા છે. પૂર્વ મિદનાપુરમાં ટીએમસીના બૂથ પ્રમુખ દેવકુમાર રાય પર હુમલો થયો હતો. જલપાઈગુડીમાં પણ પાર્ટીના ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસીએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. પૂર્વ બર્ધમાનમાં સીપીઆઈ (એમ) કાર્યકરનું મૃત્યુ થયું છે. અથડામણમાં ઘાયલ થયા બાદ 32 વર્ષીય રાજીબુલ હકને કોલકાતાની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં જ તેમનું મૃત્યુ થયું હતું. કૂચ બિહારમાં પણ પાર્ટીના કાર્યકર હફિઝુર રહેમાનને ગોળી મારી દેવામાં આવી હતી.

બોમ્બ વિસ્ફોટના અહેવાલો
આ તરફ અનેક જગ્યાએથી બોમ્બ વિસ્ફોટના અહેવાલો પણ મળ્યા છે. આ સિવાય વિપક્ષી પાર્ટીઓએ બૂથ લૂંટવાનો આરોપ પણ લગાવ્યો છે. BJP અને CPI(M) એ એક પોલિંગ બૂથનો વીડિયો શેર કર્યો છે. ભાજપનો આરોપ છે કે વીડિયો નૂરપુર પંચાયતનો છે, જ્યાં રાતના અંધારામાં મતદાન થયું હતું. લોકશાહીના તહેવારમાં ટીએમસીના ગુંડાઓએ ભાગ લીધો હતો. 

રાજ્યમાં 63,229 ગ્રામ પંચાયત બેઠકો, 9,730 પંચાયત સમિતિ અને 928 જિલ્લા પરિષદ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 11મી જુલાઈના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે. ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં ચાલી રહેલી હિંસાને કારણે ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. હિંસાની વધતી ઘટનાઓને કારણે કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોની વધારાની 485 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય દળોના લગભગ 65 હજાર અને રાજ્ય પોલીસના 70 હજાર જવાનો તૈનાત છે. 

રાજ્યમાં 2018ની પંચાયત ચૂંટણીમાં પણ ભારે હિંસા થઈ હતી. બોમ્બ ફેંકવાથી માંડીને બૂથ કબજે કરવા સુધી બધું થયું. ચૂંટણીના દિવસે જ 13 લોકોના મોત થયા હતા. મમતા બેનર્જીની પાર્ટી TMCએ ચૂંટણીમાં બિનહરીફ 34% બેઠકો જીતી હતી. હિંસા વચ્ચે TMCને લગભગ 90 ટકા સીટો મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ