બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / tata motors readying to launch new tigor electric car in india

શું વાત છે? / TATA લાવી રહી છે સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારનું ધમાકેદાર મૉડલ, કિંમત અને ફીચર્સ જાણીને આંખો પહોળી થઈ જશે

Premal

Last Updated: 06:22 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા મોટર્સ ટૂંક સમયમાં દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર ટિગોર ઈવીનુ નવુ મૉડલ લોન્ચ કરવાની છે. જેને હાલમાં ટેસ્ટિંગ દરમ્યાન જોવામાં આવી છે.

  • ટાટા મોટર્સ દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર કરશે લોન્ચ 
  • ટિગોર ઈવીનુ નવુ મૉડલ ઘણા ફેરફાર સાથે થશે લોન્ચ
  • જાણો, ટિગોર EVની કિંમત અને તેના ફીચર્સ

ઈલેકટ્રીક કાર ટિગોર ઈવી નવા ફેરફાર સાથે થશે લોન્ચ

આ નવી ઈલેકટ્રીક સેડાન ઘણા ફેરફારની સાથે લોન્ચ થશે. જેમાં વધેલી રેન્જ સૌથી મહત્વની છે, કંપની નવા મૉડલની રેન્જ 306 કિમીથી વધારીને 375-400 KM સુધી કરી શકે છે. આ સિવાયક કારની હાલની બેટરીને પણ 10 કિલોવોટ-કલાક વધારીને 40 કિલોવોટ-કલાક કરી શકાય છે. ટાટા નવી ટિગોર ઈવીમાં ઘણા ટેકનિકલ ફેરફાર પણ કરી શકે છે. કંપની કારના સસ્પેન્શનથી લઇને એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં ફેરફાર કરશે. એવુ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. 

EVની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 12.4 લાખ રૂપિયા

હાલની ટિગોર EVની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 12.4 લાખ રૂપિયા છે, જે ટૉપ મૉડલ માટે 13.24 લાખ રૂપિયા સુધી જાય છે. ભાવ વધાર્યા બાદ પણ ટિગોર EV દેશની સૌથી સસ્તી ઈલેકટ્રીક કાર બની ગઇ છે અને પેટ્રોલ-ડીઝલની આસમાને આંબી રહેલી કિંમતોથી પરેશાન ગ્રાહકોની સામે આ હજી પણ સૌથી સસ્તો વિકલ્પ બની છે. ટિગોર EV પર 73 bhp અને 170 Nm પીક ટોર્ક મળે છે અને તાકાત 26-KWH લિક્વિડ-કૂલ્ડ, હાઈ એનર્જી ડેન્સિટી બેટરી પેકથી આવે છે. હવામાન અને ચિંતાથી બચાવવા માટે કાર આઈપી 67 રેટેડ બેટરી પેક અને મોટરથી સજ્જ છે. કારને 8 વર્ષ અને 160,000 KM બેટરી અને મોટર વોરંટીની સાથે રજૂ કરી શકાય છે. 

ડ્યુઅલ ટોન વિકલ્પ પણ તૈયાર

કંપની નવી ટિગોર EV ને ત્રણ વેરિએન્ટ્સ XE, XM અને XZ+ પર ડ્યુઅલ ટોન વિકલ્પ પણ તૈયાર છે. ટાટાનુ કહેવુ છે કે કાર સારા ડ્રાઈવિંગ ડાયનામિક્સ અને તેજ હેન્ડલિંગ માટે સંતુલિત સસ્પેન્શનની સાથે આવી છે. અન્ય ફીચર્સમાં ઈલેક્ટ્રીકલી એડજસ્ટેબેલ અને ફોલ્ડેબલ ઓઆરવીએમ અને પુશ બટન સ્ટાર્ટની સાથે સ્માર્ટ સામેલ છે. આ સાથે કાર રિમોટ કમાન્ડ અને રિમોટ ડાયગ્નોસ્ટિક્સ સહિત 30+ કનેક્ટેડ કાર ફીચર્સની સાથે આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ