બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / taraak mehta ka ooltah chashmah producer asit kumar modi

મનોરંજન / આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે TMKOCના પ્રોડ્યુસર અસિત મોદી? જેનિફર મિસ્ત્રીને આપવા માટે નથી પૈસા

Arohi

Last Updated: 03:51 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેનિફર મિસ્ત્રી મિસિઝ રોશન સોઢીનું પાત્ર નિભાવતા હતા. 2023માં તેમણે એવું કહીને શૉ છોડી દિધો કે શૉના સેટ પર તેમનું યૌન ઉત્પીડન થયું છે.

ગયા વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મિસિસ સોઢી ઉર્ફ જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીના સામે સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ કરી દીધો હતો. એક વર્ષ બાદ તેના પર ચુકાદો આવ્યો છે. જેનિફર આસિતના સામે કેસ જીતી ચુકી છે. 

કેસ જીત્યા બાદ એક્ટ્રેસે  TMKOC પ્રોડ્યુસરને લઈને શોકિંગ ખુલાસો કર્યો છે. જેનિફર આસિતના સામે કેસ જીતી ચુકી છે. કેસ જીત્યા બાદ એક્ટ્રેસે TMKOC પ્રોડ્યુસરને લઈને શૉકિંગ ખુલાસો કર્યો છે. જેનિફરનું કહેવું છે કે અસિત મોદીએ તેમને ભથ્થુ આપવાનો ઈનકાર કરી દીધો છે. જાણો શું છે સમગ્ર મામલો. 

આસિત મોદીની પાસે નથી પૈસા
એર ઈન્ટરવ્યૂમાં જેનિફરે કહ્યું કે આસિત મોદીના સામે કેસ જીતીને પણ તે દૂખી છે. તે કહે છે- કોર્ટની સુનાવણી વખતે મારી તેમની સાથે મુલાકાત થઈ. તે સમિતિના સદસ્યોને પોતાની વાતોથી પ્રભાવિત કરવામાં લાગેલા છે. સમિતિએ આસિત મોદીને એ પણ કહ્યું કે તે એક ફેમિલીની જેમ મારી ચિંતા કરે છે. પછી તેમણે મને કહ્યું કે શું હું માલવ રાજદા અને શૈલેશ લોઢાથી પ્રભાવિત થઈને આ બધુ કરી રહી છું. 

વધુ વાંચો : અજય દેવગનની 'શૈતાન 2'ને ટૂંક સમયમાં લાગી શકે છે મહોર, કાળા જાદુ માટેની ફેમસ જગ્યા સાથે જોડાયેલ હશે આ કહાની

ત્યાં જ બીજી મુલાકાતમાં તેમણે મને કહ્યું કે તે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. માટે તે મને ભરપાઈના 5 લાખ રૂપિયા નહીં આપી શકે. તેના બાદ તેમને શંકા ગઈ કે હું તેમની વાતોને ફોન પર રેકોર્ડ કરી રહી છું. માટે તેમણે મારો ફોન ચેક કરવા માટે માંગ્યો. પરંતુ મારા પતિએ તેમને જવાબ આપતા કહ્યું કે તેના સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ