બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shaitaan Part 2 ajay devgn to announce sequel of black magic movie

મનોરંજન / અજય દેવગનની 'શૈતાન 2'ને ટૂંક સમયમાં લાગી શકે છે મહોર, કાળા જાદુ માટેની ફેમસ જગ્યા સાથે જોડાયેલ હશે આ કહાની

Arohi

Last Updated: 10:02 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shaitaan Part 2: અજય દેવગણ અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' બ્લોકબસ્ટર હિટ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ફિલ્મના સેકેન્ડ પાર્ટને લઈને ગોસિપ ચાલી રહી હતી. પરંતુ હવે ખબર આવી રહી છે કે મેકર્સ ટૂંક સમયમાં જ પાર્ટ-2ની જાહેરાત કરી શકે છે.

બોલિવુડ એક્ટર અજય દેવગણ અને આર માધવનની ફિલ્મ શૈતાન બ્લોકબસ્ટર હિટ રહી છે. ફક્ત 65 કરોડ રૂપિયાના ખર્ચમાં બનેલી આ ફિલ્મ પોતાની સ્ટોરી અને ગજબના ડાયરેક્શનના દમ પર અત્યાર સુધી 165 કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. હવે ખબર આવી રહી છે કે અજય દેવગણ ટૂંક સમયમાં જ શૈતાનના પાર્ટ-2નું એનાઉન્સમેન્ટ કરી શકે છે. 

અજય દેવગણ કરશે પાર્ટ-2ની જાહેરાત 
સૂત્રોએ જણાવ્યા અનુસાર, "શૈતાનના સીક્વલનું અનાઉન્સમેન્ટ થોડા જ દિવસોમાં કરવામાં આવી શકે છે. અજય દેવગણ અને વિકાસ બહલ આ ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સથી ખૂબ જ ખુશ છે અને તેમણે તેના સેકન્ડ પાર્ટથી પણ ઘણી આશા છે. "

વિકાસ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ કાળા જાદૂ અને વશીકરણ વિશેની એક અનોખી સ્ટોરી છે જેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. ફિલ્મને IMDb પર 10માંથી 8 રેટિંગ મળ્યા છે અને ફક્ત હિંદી વર્ઝનથી જ તેમણે આ કમાલનું કલેક્શન કર્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jb (@jankibodiwala)

પાર્ટ-2માં પણ હશે આજ સ્ટારકાસ્ટ 
વાત ફિલ્મના સેકન્ડ પાર્ટની કરીએ તો કાસ્ટ ફાઈનલ કર્યાના અમુક જ મહિનાઓમાં શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. વધારે સંભાવના એ વાતની છે કે બીજા પાર્ટમાં પણ આ એક્ટર્સ જોવા મળશે જે શૈતાનના ફર્સ્ટ પાર્ટમાં જોવા મળ્યા છે. મહત્વનું છે કે ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિંદી રીમેક મૂવી શૈતાનમાં અજય દેવગણ, આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા અને અંગદ રાજે મહત્વનું પાત્ર નીભાવ્યું છે. 

વધુ વાંચો: કપિલ શર્મા સાથેના ઝઘડાને લઈ સુનિલ ગ્રોવરે કર્યો મોટો ખુલાસો, નવા શોના લોન્ચિંગ પહેલા કરી દિલ ખોલીને વાત

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jb (@jankibodiwala)

શું હશે બીજા પાર્ટની સ્ટોરી?
ફિલ્મના બીજા પાર્ટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, "ફિલ્મની સ્ટોરી આગળ મહારાષ્ટ્રના કોકમમાં બેસ્ડ હશે જેને રાજ્યમાં કાળા જાદૂનો ગઢ માનવામાં આવે છે. નરેટિવ એ રીતે સેટ કરવામાં આવશે કે બ્લેક મેજીકની શક્તિઓ બીજા પાર્ટમાં દર્શકોને જોવા મળશે. આ વખતે ફિલ્મમાં પરિવાર કાળા જાદૂનો શિકાર નહીં થાય પરંતુ પડકાર અલગ હશે."
 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ