બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Take advantage of AMC's Property Tax Lok Durbar on this date, start sealing the property of non-taxpayers

ઝૂંબેશ / AMCના પ્રોપર્ટીટેક્ષ લોકદરબારનો આ તારીખે લઈ લેજો લાભ, ટેક્સ નહીં ભરનારાઓની મિલકત સીલ કરવાનું કર્યું છે શરુ

Mehul

Last Updated: 09:24 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી મિલકતોને સીલ કરાવા ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં AMCની તિજોરીમાં રૂ 1248 કરોડની ટેક્સથી આવક થઇ છે.

  • પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCની લાલ આંખ 
  • AMCએ  મિલકતોને સીલ કરાવા ઝુંબેશ હાથ ધરી 
  • અત્યાર સુધીમાં ટેક્સની આવક થઇ  રૂ 1248 કરોડ

પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે એએમસીએ લાલ આંખ કરી છે. પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી મિલકતોને સીલ કરાવા ઝુંબેશ શરૂ કરી છે. ટેક્સ માફીની યોજના જાહેર કર્યા બાદ પણ ટેકસ નહીં ભરનાર મિલકત ધારકોને આખરી નોટીસ આપ્યા બાદ મિલકતો સીલ કરવામાં આવી છે.  છેલ્લા એક મહિનામાં જ એએમસીએ 7901 મિલકતો સીલ કરી છે. આ માટે એએમસીએ ઝોન વાઇઝ સિલિંગ ઝુંબેશ શરૂ કરી છે. કોમર્શિયલ એકમો બાદ રહેણાંક એકમો સામે પણ એએમસીએ કાર્યવાહી શરૂ કરી છે...રહેણાંક એકમોના પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર મિલકત ધારકોને પણ એએમસીએ નોટીસ આપવાનું શરૂ કર્યું છે. તો અત્યાર સુધી  રૂ 955 કરોડ  આવક ટેક્ષ માં થઇ છે  જે પાછલા વર્ષે રૂ 880 કરોડ હતી. પ્રોફેશનલ ટેક્ષ ની આવક રૂ 175 કરોડ થઇ  છે. મનપા તિજોરી ને અત્યાર સુધી રૂ 1248 કરોડની  ટેક્ષથી આવક થઇ છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવકના એકમાત્ર સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક મેળવવા માટે અત્યાર સુધીની સૌથી લાંબી એવી ત્રણ મહિનાની ‌રિબેટ યોજના અમલમાં મુકાઈ છે. એક તરફ વધુ કરદાતાઓ તેમનો બાકી ટેક્સ ભરી જાય તે માટે ખાસ ‌રિબેટ યોજના છે તો બીજી તરફ ગત તા. 1 ફેબ્રુઆરીથી સત્તાવાળાઓએ ટેક્સ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે. રૂ.એક લાખ કે તેથી વધુ ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળાં મારીને કાયદાના સાણસામાં લઈ રહ્યા છે. શહેરના સાતેસાત ઝોનમાં સીલિંગ ઝુંબેશ ચાલુ છે, જોકે બોડકદેવ, ગોતા, થલતેજ જેવા પોશ વિસ્તાર ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની કામગીરી નબળી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રોપર્ટી ટેક્સની આવકના મામલે વર્ષો સુધી અવલ રહેનાર પશ્ચિમ ઝોને છેલ્લા 23 દિવસમાં કુલ 1441થી વધુ  મિલકતને તાળાં મારીને ડિફોલ્ર્ટર્સમાં દોડધામ મચાવી દીધી છે. સીજીરોડ, નવરંગપુરા, નારણપુરા, રાણીપ સહિતના વોર્ડમાં તંત્રની લાલ આંખથી ડિફોલ્ટર્સમાં ભારે ગભરાટ ફેલાયો છે.

 4 માર્ચે  AMCનો પ્રોપર્ટી ટેક્સ માટે લોક દરબાર 

પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે  AMC શહેરમાં લોક દરબાર યોજશે..4 માર્ચના રોજ શહેરના 7 ઝોનમા ટેક્સની ફરિયાદો માટે વિશેષ સેવાસેતુ યોજશે...જેમાં નાગરિકોની ટેક્સ બિલ અંગેની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે..જેમાં 48 કલાકમા ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે..ટેક્સ બિલમા નામ ટ્રાન્સફર , નામ સુધારા અને ટેક્સના પ્રશ્નોનું  નિરાકરણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ