બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / supreme court verdict today on where were the lapse in pm modi security breach case

PM Modi સુરક્ષા ભંગ / PM મોદીની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં કાચું કપાયું? આજે સુપ્રીમમાં થશે સુનાવણી, કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આક્ષેપ

Mayur

Last Updated: 08:34 AM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો સામે આજે સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર ઘટના અંગે સુનાવણી થશે. કોંગ્રેસ પર ભાજપ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

આજે સુપ્રીમ કરશે સુનાવણી 
પંજાબ સરકારે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ખામી અંગે બે સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસની રચના કરી હતી. કમિટી ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. બીજી તરફ આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ પર પીએમ મોદીના જીવને જોખમમાં નાખવાનો આરોપ 
પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિવૃત્ત જસ્ટિસ મહતાબ સિંહ ગિલ અને ગૃહ અને કાયદા બાબતોના મુખ્ય સચિવ અનુરાગ વર્મા વડા પ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે અંગે સંપૂર્ણ તપાસ કરશે. હુસૈનીવાલા જતી વખતે પીએમ મોદીનો કાફલો વિરોધીઓ વચ્ચે અટવાઈ જવાની ઘટનાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપે કોંગ્રેસ પર પીએમ મોદીના જીવને જોખમમાં નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહ મંત્રાલયે પણ લીધા એક્શન 
 પીએમ મોદીની સુરક્ષા ચૂકે કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ગૃહમંત્રાલયે સુરક્ષા ચૂક કેસની તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે.

3 સભ્યોની કમિટીને વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ સુપ્રત કરવાનું પણ ગૃહમંત્રાલયે જણાવી દીધું છે. ગૃહમંત્રાલયનો ઓર્ડર મળતા કમિટીએ તેનું કામ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે. કમિટી જરુર પડે પંજાબની પણ મુલાકાત લેશે અને ત્યાં જઈને જાત માહિતી મેળવશે. 

ત્રણ સભ્યોની કમિટીમાં કોણ કોણ 

ત્રણ સભ્યોની કમિટીની આગેવાની સુધીર કુમાર સક્સેના (સેક્રેટરી સિક્યોરિટી- કેબિનેટ સચિવાલય) કરશે અને તેમાં બલબીર સિંહ (સંયુક્ત ડાયરેક્ટર, આઇબી) અને એસ સુરેશ (આઇજી, એસપીજી) સામેલ છે.આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના સુરક્ષા ભંગ બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે પંજાબમાં પીએમ મોદીના સુરક્ષા ઉલ્લંઘન અંગે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે.

શું છે મામલો

પંજાબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બુધવારે ગંભીર ચૂકની ઘટના બની હતી. પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોજપુરથી 30 કિમી દૂર હતો ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી નાખ્યો હતો, આને કારણે પ્રધાનમંત્રી મોદીને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું. આ પછી પ્રધાનમંત્રીએ ફિરોજપુરની રેલી રદ કરી નાખી હતી અને દિલ્હી પાછા આવી ગયા હતા. 

જવાબદાર સામે પગલાં ભરવાની ગૃહમંત્રાલયની માગ

આ ઘટનાની ગંભીર નોંધ લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે પંજાબ સરકારને જવાબદાર સામે કડક પગલાં ભરવાનો ઓર્ડર આપ્યો છે. તથા પંજાબની કોંગ્રેસ સરકાર પાસેથી આ અંગે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ