બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 10:57 AM, 7 December 2023
ADVERTISEMENT
ત્રણ દિવસની સતત તેજી બાદ આજે ગુરુવારે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ હતી. શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 211.21 પોઈન્ટ ઘટીને 69,442.52 પર ખૂલ્યો હતો અને નિફ્ટી 58.95 પોઈન્ટ ઘટીને 20,878.75 પર ખૂલ્યો હતો. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે આજે આખો દિવસ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
Markets break seven-day rally; Sensex falls 211.21 points to 69,442.52 in early trade; Nifty declines 58.95 points to 20,878.75
— Press Trust of India (@PTI_News) December 7, 2023
ADVERTISEMENT
આજે શેરબજારની નબળી શરૂઆતને કારણે છેલ્લા સાત દિવસથી માર્કેટમાં જોવા મળી રહેલ તેજી પર બ્રેક લાગી ગયો છે. HUL, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, ICICI બેંક, નેસ્લે અને સન ફાર્મા સેન્સેક્સમાં ઘટાડા તરફ દોરી ગયા, જ્યારે અપોલો હોસ્પિટલ, ONGC અને બ્રિટાનિયા નિફ્ટીમાં ટોચ પર હતા. બીજી તરફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ અને અદાણી એન્ટમાં તેજી જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ 0.2 ટકાનો ઘટાડો થયો છે.
દરમિયાન Paytm શેર્સમાં રોકાણ કરનારાઓને મોટું નુકસાન થયું છે. બજાર ખુલતાની સાથે જ આ શેરમાં 20 ટકાની લોઅર સર્કિટ લાગી હતી અને રૂ.645.45ના સ્તરે પહોંચી ગયો હતો. જો આ સ્ટૉકમાં ઘટાડા પાછળના બે મુખ્ય કારણો વિશે વાત કરીએ તો પહેલું મોટું કારણ પીઢ રોકાણકાર વૉરન બફેનું બહાર નીકળવું છે, જેણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી હતી, જ્યારે બીજું કારણ નાની લોનને લઈને કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી યોજના છે. .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.