બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Successful delivery of a pregnant woman in labor pains in the middle of the sea

અમરેલી / 108ની સેવાને સલામ.! દરિયામાં અધવચ્ચે સગર્ભાને પ્રસવ પીડા થતાં કરાવી સફળ પ્રસૂતિ, મા બાળક બંને હેમખેમ

Vishal Khamar

Last Updated: 08:48 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજુલાનાં શિયાળ બેટ દરિયામાં બોટમાં અચાનક એક પ્રસૃતાને દુઃખાવો ઉપડતા 108 ઈમરજન્સીનાં કર્મીઓ દ્વારા બોટમાં પ્રસૃતિ કરાવી હતી. પોર્ટથી દરિયામાં બોટ મારફતે સગર્ભા મહિલાને બોટ મારફત લાવવામાં આવી હતી.

  • રાજુલા નજીક દરિયામાં 108ની ટીમે બોટમાં કરાવી પ્રસૂતિ
  • રસ્તામાં દુખાવો ઉપડતાં બોટમાં પ્રસૂતિ કરાવી
  • પીપાવાવ પોર્ટથી બોટમાં લવાઈ હતી સગર્ભા

શિયાળ બેટથી રાજુલા દરિયામાં બોટ મારફતે સગર્ભા મહિલાને લાવી રહ્યા હતા. ત્યારે અચાનક મહિલાને દુઃખાવો ઉપડ્યો હતો. રાજુલાના શિયાળ બેટમાં દરિયામાં બોટમાં 108 એ ડિલિવરી કરાવી હતી. 108 ની ટીમે મહિલાને દુખાવો ઉપડતા બોટમાં સફળ પ્રસૃતિ કરાવી હતી. ત્યારે પીપાવાવ પોર્ટથી દરિયામાં બોટ મારફતે સગર્ભા મહિલાને લાવવામાં આવી હતી. ત્યારે સગર્ભા મહિલાને બોટમાંથી એમ્બ્યુલન્સમાં લે તે પહેલા 108 એ સફળ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ રાજુલા હોસ્પિટલમાં પ્રસૃતા મહિલા અને બાળકને ખસેડાયા હતા.

108 ઈમરજન્સી સેવા લોકો માટે આર્શીર્વાદરૂપ બની
પીપાવાવ પોર્ટ પરથી દરિયામાં બોટ મારફતે મહિલાને લાવવામાં આવી રહી હતી. ત્યારે અચાનક જ મહિલાને અસહ્ય દુખાવો થયા બાદ 108 ઈમરજન્સી સેવાનાં કર્મીઓએ બોટમાં જ મહિલાની સફળ ડિલીવરી કરાવી હતી. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે ઈમરજન્સી 108 સેવા શરૂ કરવામાં આવી છે. 108 ઈમરજન્સી સેવાનાં કર્મીઓએ બોટમાં જ મહિલાની ડિલીવરી કરાવી મહિલાને સુરક્ષિત હોસ્પિટલ ખસેડી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ