બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Nirmalaba of Palaiyad on the Salangpur temple controversy

સાળંગપુર વિવાદ / 'સૌ સનાતનીઓને પ્રાર્થના કે કાયદો હાથમાં નહીં લેવો પરંતુ...', સાળંગપુર વિવાદ મુદ્દે પાળીયાદ વિહળાનાથના મહંત શું બોલ્યા

Malay

Last Updated: 08:36 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy: સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રના વિવાદ પર પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ કહ્યું કે, આ વખતે સનાતન સમાજ માફી આપવાના મૂડમાં નથી.

  • હનુમાનજીના ભીંતચિત્રનો વિવાદ 
  • પાળિયાદના મહંત નિર્મળાબાનું નિવેદન 
  • "એકતા બતાવવાનો સમય છે"

Salangpur Temple Controversy: ગુજરાતમાં હાલ સાળંગપુર મંદિર ખાતેનો વિવાદ ઘણો ચર્ચામાં છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રોને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે સનાતમ ધર્મના સાધુ સંતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. જે મુદ્દે પાળિયાદના મહંત નિર્મળાબાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, આ વખતે સનાતન સમાજ માફી આપવાના મૂડમાં નથી

દર વખતે ભૂલ કરીને માંગે છે માફીઃ નિર્મળાબા
હનુમાનજીના ભીંતચિત્રને લઈને પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દેવી-દેવતાઓનું અપમાન કરે છે. તેઓ અપમાન કર્યા બાદ માફી માંગે છે અને સનાતન ધર્મના લાકો માફી આપવા માટે ટેવાયેલા છે. પરંતુ આ વખતે સનાતન સમાજ માફી આપવાના મૂડમાં નથી.

'કોઈએ કાયદો હાથમાં લેવો નહીં'
તેઓએ જણાવ્યું કે, જ્યાં જ્યાં ચિત્રો હોય કે પછી પુસ્તકોમાં લખાણ હોય તેને જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે એવી અમારી લાગણી છે. દરેક સનાતનીઓને પણ એક પ્રાર્થના કે કોઈએ કાયદો હાથમાં લેવો નહીં, શાંતિ જાળવવી. આપણે બધાએ એકતા બતાવવાનો આ સમય છે. આપણે બધા એક થઈને આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે એવા પ્રયાસો કરીએ. 

હનુમાન ભક્તોની લાગણી દુભાઈ છે: મહંત અરવિંદગીરી
સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મુદ્દે દેગામડાનાં મહંતની પ્રતિક્રિયા સામે આવી હતી. મહંત અરવિંદગીરીએ જણાવ્યું હતું કે, ભીંતચિત્રને લઈને હનુમાન ભક્તોની લાગણી દુભાઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાય સમયાંતરે કોઈ ને કોઈ વિવાદ ઉભો કરે છે. વિવાદના લીધે સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મનો ભાગ ન માની શકાય.

હનુમાનજીનું સ્વામિનારાયણ મંદિરમાં શું કામ?:  સુખરામ બાપુ
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રને લઈને વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર થતો જાય છે. મેંદરડાના ખાખી મઢીના સુખરામ બાપુએ જણાવ્યું હતું કે, જેણે રાવણનો સત્યાનાશ કર્યો તે હનુમાનજી રામજીના ભક્ત હતાં. હનુમાનજીનું સ્વામિનારાયણ મંદિરમાં શું કામ?, હિંદુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરશો તો સખત વિરોધ કરીશું.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામિનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ