બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Sog arrested two accused with MD drugs from Gandhinagar

ક્રાઈમ / ફરી એકવાર ઝડપાયું MD ડ્રગ્સ, ગાંધીનગર SOGએ બે આરોપીની કરી ધરપકડ

Dinesh

Last Updated: 04:15 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: ગાંધીનગર SOGએ MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચી પાડ્યાં છે. 33 હજારથી વધુ કિંમતનું 3.320 ગ્રામ MD ડ્રગ્સ SOG પોલીસે કબજે કર્યું છે.

રાજ્યમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતેથી MD ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા છે.  ગાંધીનગર SOGએ MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચી પાડ્યાં છે. 33 હજારથી વધુ કિંમતનું 3.320 ગ્રામ MD ડ્રગ્સ SOG પોલીસે કબજે કર્યું છે. પોલીસે મોબાઈલ અને બાઇક પણ આરોપીઓ પાસેથી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પોરબંદરથી ઝડપાયું હતું
થોડા દિવસ અગાઉ પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા હતા. દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું હતુ.  ચોક્કસ માહિતીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

વાંચવા જેવું: સાબરકાંઠા સીટને લઈ ભાજપમાં કોકડુ ગૂંચવાયું, ઉમેદવાર માટે ફરીથી સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ

છેલ્લા બે વર્ષમાં અધધ ડ્રગ્સ ઝડપાયું
રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અત્રે જણાવીએ કે, વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું
દ્વારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા તો સાથો સાથ દ્વારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ