બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Sabarkatha seat BJP re sensing process candidate was started

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠા સીટને લઈ ભાજપમાં કોકડુ ગૂંચવાયું, ઉમેદવાર માટે ફરીથી સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ

Ajit Jadeja

Last Updated: 02:52 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે

સાબરકાંઠા લોકસભા બેઠકને લઇને રાજકીય માહોલ ગરમાયો છે.  સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને બદલવામાં આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. જિલ્લા સંગઠન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને સેન્સ માટે બોલાવાયા છે.

હર્ષ સંઘવી પહોચ્યા હિમતનગર

લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે.. સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જો કે બંધબારણે 3 કલાકથી ચાલી રહેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ છે.

જિલ્લા ભાજપ પ્રમુખને બેઠકથી દૂર રખાયા

બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઇ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. જો કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ પટેલને બેઠકથી દૂર રખાતા તર્ક વિતર્ક શરૂ થયા છે.

આ પણ વાંચોઃ અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર

આ બેઠક પર બદલાઇ શકે છે ફરી ઉમેદવાર

આ સાથે બેઠકમાં જેમના નામની માગ થઇ રહી હતી તેવા મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી. સેન્સ પ્રક્રિયા શરૂ થતાં સાબરકાંઠામા ભાજપના નવા ઉમેદવારને લઇ માહોલ ગરમાયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ