બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Skin Care In Summer follow these home remedies
સ્કીન એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સૂરજના યુવી કિરણો સ્કીનને ડ્રાય કરવાની સાથે જ નુકસાન પહોંચાડે છે. ઉનાળામાં જો તમારે બહાર જવું પડે તો સ્કીનને કવર કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં તમે પોતાની સાથે હંમેશા સનસ્ક્રીન રાખો. તેના ઉપયોગથી ત્વચા ડ્રાય નહીં થાય.
ADVERTISEMENT

ત્યાં જ જો તમે આ સિઝનમાં પોતાની દેખરેખ સારી રીતે નહીં કરો તો સ્કીન રેશિઝ, ખંજવાડ, દાણા નિકળવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું કે આખરે સ્કિન સાથે જોડાયેલી સમસ્યા સૌથી વધારે ગરમીમાં જ કેમ જોવા મળે છે. આવો જાણીએ...
ADVERTISEMENT
એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સ્કીન પ્રોબ્લેમ સૂરજના યુવી કિરણોના કારણે થઈ શકે છે. જણાવી દઈએ કે જો તમારે ઉનાળામાં બપોરે બહાર જવું પડી રહ્યું છે તો ત્વચા પર હીટ રેશેઝ થઈ શકે છે. આ મુશ્કેલી તે લોકોને વધારે થઈ શકે છે જેમની ત્વચા સેન્સિટિવ છે અથવા તો તેમને એલર્જીની સમસ્યા થાય છે.
કેવી રીતે રાખશો ધ્યાન?
ADVERTISEMENT
.jpg)
એલોવેરા જેલ
આયુર્વેદમાં એલોવેરાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઘણી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. ઉનાળામાં ખાસ સ્કીનનું ધ્યાન રાખવા માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્કીનમાં દાગ-ધબ્બા અને ખંજવાડને દૂર કરવામાં પણ લાભકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

નારિયેળ તેલ
કોકોનટ ઓઈલના ટીંપા ટી ટ્રી ઓયલમાં મિક્સ કરીને તેને લગાવવાથી સ્કિનને ખૂબ જ ફાયદો થાય છે. તમારી સ્કીનના પ્રભાવીત ભાગ પર તેને લગાવીને છોડી દો. તેના થોડા સમય બાદ સ્નાન કરી લો.
ADVERTISEMENT
વધુ વાંચો: કબજિયાતના કારણે જીવવું મુશ્કેલ થઇ ગયું છે? તો માત્ર એક સપ્તાહ સુધી આ 6 ફૂડનું કરો સેવન

ADVERTISEMENT
મેથીના દાણા
જો તમને કોઈ સ્કીન પ્રોબ્લેમના કારણે એલર્જીના લક્ષણ જોવા મળી રહ્યા છે તો મેથીના બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બીજને પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.