બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Situation like boiling water in Gujarat BJP organization!

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાત ભાજપના સંગઠનમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ! જૂના કાર્યકર્તાઓ જ વિરોધના માર્ગે જતા રણનીતિમાં ફેરફારના એંધાણ

Vishal Khamar

Last Updated: 04:17 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ત્યારે હવે વર્ષ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ પક્ષે ક્લીન સ્વીપની હેટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પાર્ટીએ તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ કેટલીક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ છેલ્લા અનેક દિવસોથી સતત ચર્ચામાં છે.

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં જ તૈયારીઓ કરી લીધી હતી. જેમાં ચૂંટણી ના ઉમેદવારો જાહેરાત થતા જ ભાજપમાં કકળાટ જોવા મળ્યો હતો. ગુજરાત ની વાત કરવામાં આવે તો ભાજપ માટે ગુજરાત સૌથી સરળ રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ રાજ્યની અડધો ડઝન જેટલી બેઠકો પર પાર્ટીની અંદર અને બહારથી આવી રહેલા વિરોધને કારણે પાર્ટીની બેચેની વધી ગઈ છે. પાર્ટીએ નવા ઉમેદવારની જાહેરાત કરીને વડોદરામાં સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. ત્યારે વલસાડ, સાબરકાંઠા, રાજકોટ અને પોરબંદરમાં સ્થિતિ સારી નથી. ભાજપ સંગઠનના અધિકારીઓમાં કોંગ્રેસમાંથી આગેવાનો વધુ ધ્યાન દોરતા હોવાનો રોષ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું 'પાર્ટી વિથ ડિફરન્સ' બની રહી છે. ભાજપના મોટા ચહેરાઓ પણ વિરોધથી અછૂત નથી. રાજકોટથી ચૂંટણી લડી રહેલા પરશોત્તમ રૂપાલા પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. પારેબંદરમાં પેરાશૂટની એન્ટ્રી થતાં મનસુખ માંડવિયા સામેની સ્થિતિ પણ બદલાઈ છે. 

Vadodara MP Ranjanben Bhatt refused to contest the election

લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારનો વિરોધ
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે. વડોદરામાં પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલવો પડ્યો છે.  વડોદરા ભાજપની સુરક્ષિત બેઠક ગણાય છે. તેમ છતાં ઉમેદવાર બદલવાની જરૂર પડી છે. આ મામલે બરોડાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ વિરોધ કર્યો હતો. આ પછી ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આરોપ છે કે હવે રંજનબેન ભટ્ટના નજીકના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો દ્વારા જોશીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ આક્ષેપ કર્યા હતા કે ભાજપમાં પક્ષ પલટુઓને ટિકીટ આપવામાં આવી છે જેથી ભાજપના કાર્યકર્તાઓની અવગણના થાય છે. 

An important meeting will be held today regarding the dispute of the candidate on the Sabarkantha seat

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બેઠક પર વિરોધ
ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા. ઠાકોરને બદલે ડામોર હોવાની ચર્ચાઓ સપાટી પર આવતાં વિવાદ થવાની શક્યતા હતી. પક્ષે પ્રાથમિક શાળાના શિક્ષક શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા હતા. હવે સાબરકાંઠામાં ઠાકોર સમર્થકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સાબરકાંઠામાં જો કોઈ ચાલી શકે તો તે ભીખાજી ઠાકોર છે. આમ ઉમેદવાર ની વિરુદ્ધમાં પૂર્વ ઉમેદવારોના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતાની પત્નીને લોકસભાની ટિકિટ આપવા પર સંગઠનમાં વિરોધ થઈ રહ્યો છે. 

Political Mathematics of Dhaval Patel and Anant Patel on Valsad seat

વલસાડમાં પણ ઉમેદવાર વિરુદ્ધ પેમ્ફલેટ અને પત્રો વાયરલ
વલસાડ લોકસભા બેઠકમાં પણ ધવલ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એમની વિરુદ્ધ અનેક પેમ્ફલેટ અને પત્રો વાયરલ થયા છે. ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે. ધવલ પટેલની આ પ્રથમ ચૂંટણી છે. રાજકોટ-પોરબંદરમાં ઓલ ઇઝ નોટ વેલ હોવાનું સામે આવ્યું છે. 

પરષોત્તમ રુપાલાના વાણી વિલાસ બાદ વિરોધ
જેમાં પરષોત્તમ રૂપાલાના વાણીવિલાસ બાદ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારીનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે ક્ષત્રિય સમાજ અવાજ ઉઠાવી રહ્યો છે ત્યારે ભાજપના અન્ય નેતાઓ પણ રૂપાલાને સંપૂર્ણ રીતે સ્વીકારી રહ્યા નથી. જ્યારે માંડવીયા ને માંડવીયા મૂળ ભાવનગરના છે. માંડવિયા માત્ર જીતવા જ નહીં પરંતુ જંગી માર્જિનથી જીતવાના પડકારનો સામનો કરી રહ્યા છે. પણ આ તમામ વિરોધ થી ભાજપ બધું ડ્રેનેજ કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી છે. મતદાન પહેલા બધું સબ કુશલ થઈ જસે. 

વધુ વાંચોઃ દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો, દૂધ ઉત્પાદકોને થશે કરોડોનો ફાયદો

આમ હવે ભાજપને ને રીતે વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાને લઈને ભાજપે તમામ જિલ્લા અને લોકસભા બેઠકોમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ડેમેજ કંટ્રોલ કયારે પૂર્ણ થશે ક્યારે ભાજપમાં કાર્યકર્તાઓને મનાવવામાં આવશે તે જોવું રહ્યું ? 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ