બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મુંબઈ / Politics / Shiv Sena slams Congress for Jyotiraditya Scindia resignation

રાજનીતિ / સિંધિયાને લઈને શિવસેનાએ જે કહ્યું તેનાથી કોંગ્રેસની ઊંઘ ઉડી જશે અને ભાજપ હરખાશે

Divyesh

Last Updated: 10:26 AM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય હલચલની વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન પાર્ટી શિવસેનાએ કોંગ્રેસ પર નિશાન તાક્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસની સહયોગી શિવસેનાએ મધ્યપ્રદેશના રાજકારણને લઇને પ્રહાર કરતાં કહ્યું કે ભગવાન આપે છે અને કર્મ નાશ કરી દે છે. આ પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટીની થઇ ગઇ છે.  મુખપત્ર સામનાના સંપાદકીય દ્વારા કોંગ્રેસને આડે હાથ લેતાં લખ્યું કે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બળવો થયો અને કમલનાથ સરકાર સંકટમાં જોવા મળી રહી છે. તેનું કારણ તેઓની લાપરવાહી, અહંકાર અને નવી પેઢીને ઓછી આંકવાની ભૂલ છે.

  • શિવસેનાએ સામનામાં કોંગ્રેસ પર ફરી સાધ્યુ નિશાન
  • જ્યોતિરાદિત્ય સિંધિયાની અવગણના આસાન ન હતી
  • MP સરકાર પડી તો કમલનાથનો અહંકાર જવાબદાર


શિવસેનાએ મુખપત્રમાં લખ્યું છે કે ભગવાન આપે છે અને કર્મ નાશ કરી દે છે. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ફૂટ પડી ગઇ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના નેતૃત્વમાં કોંગ્રેસના લગભગ 22 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. સિંધિયા ભાજપમાં સામેલ થઇ ઘયા. જેના કારણે કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઇ છે. કમલનાથ સરકાર તુટી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. 
 

જ્યોતિરાદિત્ય સિંધિયા વગર મધ્યપ્રદેશનું રાજકારણ સંભવ નહીં

મહારાષ્ટ્રની સત્તામાં કોંગ્રેસની સહયોગી શિવસેનાએ કહ્યું કે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને નજર અંદાજ કરી રાજ્યનું રાજકારણ ન કરી શકાય. 'સામના' માં સંપાદકીય લેખમાં લખ્યું કે 'સિંધિયા નો પ્રભાવ ભલે રાજ્યભરમાં ન હોય, પરંતુ ગ્વાલિયર અને ગુના જેવા મોટા ક્ષેત્રોમાં 'સિંધિયાશાહી' નો પ્રભાવ છે.'
 

વિધાનસભા ચૂંટણી પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા જ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો હતા, પરંતુ ત્યારબાદ રાજ્યના વરિષ્ઠ નેતાઓએ તેને એકતરફ કરી દીધો અને દિલ્હી હાઇકમાન્ડે માત્ર જોતું રહ્યું. જો કે એ સમયે મધ્યપ્રદેશની સ્થિતિ સુધારી લેવાની જરૂર હતી, પરંતુ લોકસભા ચૂંટણી હારી ગયેલા સિંધિયાને 'કબાડ' માં નાંખવા કોંગ્રેસ માટે આસાન નહોતું. આ અસંતોષના કારણે સમય-સમય પર નારાજગી સામે આવતી રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ