બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / share market live update 19 march nse bse sensex nifty top gainers stocks in focus

તમારા કામનું / શેર માર્કેટ અપડેટઃ આજે કેવી રહેશે શેર માર્કેટની સ્થિતિ, સેન્સેક્સ-નિફ્ટી માટે શું છે સંકેત?

Arohi

Last Updated: 08:14 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Updates 19 March: ગ્લોબલ માર્કેટ સંકેતોને જોતા મંગળવારે ઘરેલુ ઈક્વિટી બજાર નીચલા સ્તર પર ખુલી શકે છે. આજે ગિફ્ટ નિફ્ટી 22,060ના સ્તરની આસપાસ વ્યાપાર કરી રહ્યો હતો.

દુનિયાના ઘણા દેશોની કેન્દ્રીય બેંકોને મૌદ્રિક નીતિના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટ સંકેતોને જોતા મંગળવારે ઘરેલુ ઈક્વિટી બજાર નીચલા સ્તર પર ખુલી શકે છે. આજે ગિફ્ટ નિફ્ટી 22,060ના સ્તરની આસપાસ વ્યાપાર કરી રહ્યો હતો જે નિફ્ટી ફ્યૂચર્સના છેલ્લા બંધથી 70 પોઈન્ટ વધારે નીચે છે. જે ભારતીય શેર બજાર માટે નબળી શરૂઆતનો શંકેત આપે છે. 

આજે પોપ્યુલર વ્હીકલ્સ આઈપીઓનું લિસ્ટિંગ 
પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસ લિમિટેડ આઈપીઓની લિસ્ટિંગ આજે થશે. બીએસઈ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર પોપ્યુલર વ્હીકલ્સ આઈપીઓ મંગળવાર, 19 માર્ચ 2024એ એક ખાસ પ્રી-ઓપન સત્રમાં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવામાં આવશે. 

બીએસઈ અને એનએસઈ પર પોપ્યુલર વ્હીકલ્સના શેર ટ્રેડ કરવા માટે સવારે 10.00 વાગ્યાથી ઉપલબ્ધ થઈ જશે. આઈપીઓની પ્રાઈઝ બેંક પ્રતિ શેર 280થી 295 રૂપિયા હતી. ગ્રે માર્કેટને એ પણ આશા છે કે પોપ્યુલર વ્હીકલ્સની ઓઈપીઓ લિસ્ટિંગ 295ની આસપાસ થશે. 

એશિયન બજારોમાં કડાકો જોવા મળ્યા જ્યારે મેગાકેપ ગ્રોથ વાળા શેરોની આગેવાનીમાં અમેરિકી શેર સુચકાંક ઉંચા સ્તર પર બંધ થયો. રોકાણકાર આજે બેંક ઓફ જાપાનના મૌદ્રિક નીતિ અને આ અઠવાડિયે અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિની રાહ જોઈ રહ્યા છે. 

વધુ વાંચો: આ છે ભારતનો સૌથી નાનો અબજોપતિ! માત્ર 4 મહિનામાં જ બન્યો 240 કરોડનો માલિક

સોમવારે ભારતીય શેર બજારમાં ખૂબ જ ઉતાર ચડાવ જોવા મળ્યો. અંતમાં સેંસેક્સ 104.99 પોઈન્ટ કે 0.14 ટકા વધીને 72,748.42 પર બંધ થયું. જ્યારે નિફ્ટી 50 32.35 પોઈન્ટ કે 0.15 ટકા વધીને 22,055.70 પર બંધ થયું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ