બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ekagrah rohan murty gets rs 240 crore share of infosys narayan murthy gifts his stake

બિઝનેસ / આ છે ભારતનો સૌથી નાનો અબજોપતિ! માત્ર 4 મહિનામાં જ બન્યો 240 કરોડનો માલિક

Arohi

Last Updated: 06:11 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narayana Murthy Gifted 240 Crore Stake To His Grandson: એકાગ્રહ રોહન મૂર્તિને તેના દાદાએ પોતાની કંપનીના 15,00,000 શેર ભેટમાં આપ્યા છે. આ શેરની વેલ્યૂ 240 કરોડ રૂપિયા છે. ઓફ મોર્કેટ ટ્રાન્સફર કરવામાં આવેલા આ શેર બાદ સંભવતઃ એકનાથ ભારતના સૌથી યુવા અબજપતિ બની ગયા છે.

ગયા વર્ષે 10 નવેમ્બર 2023એ જન્મેલુ બાળક હવે અબજપતિ છે. બાળકનું નામ છે એકાગ્રહ રોહન મૂર્તિ. અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકાગ્રહ સંભવતઃ ભારતના સૌથી નાની ઉંમરના અબજપતિ છે. હકીકતે તેમના દાદાએ પોતાની કંપનીના પોતાના ભાગના અમુક શેર તેને ટ્રાન્સફર કર્યા છે. દાદાનું નામ છે નારાયણ મૂર્તિ. જી હાં, ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ પોતાના પૌત્રને 240 કરોડ રૂપિયાની વેલ્યૂના શેર ગિફ્ટમાં આપ્યા છે. 

એકાગ્રહ રોહન મૂર્તિની પાસે હવે ઈન્ફોસિસના 15,00,000 શેર છે. આ કંપનીના કુલ શેરના 0.04 ટકા છે. એક એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી સામે આવી છે. આ ટ્રાન્સફર કરેલા શેરો બાદ નારાયણ મૂર્તિની પાસે કંપનીના કુલ શેરોના 0.36 ટકા ભાગ વધ્યો છે. જાણવા મળ્યું છે કે શરોનું આ ટ્રાન્સફર 'ઓફ માર્કેટ' કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો: શું ભારતીય બેંકો પર વધ્યું સાયબર એટેકનું જોખમ? RBIએ કર્યા એલર્ટ

શું છે એકાગ્રહનો મતલબ? 
ગયા વર્ષે નવેમ્બરમાં નારાયણ અને સુધા મૂર્તિના દિકરા રોહન મૂર્તિ અને તેમના પત્ની અપર્ણા કૃષ્ણનના ઘરે દિકરાનો જન્મ થયો હતો. તેનું નામ એકાગ્રહ રાખવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ નામ મહાભારતના અર્જૂન પરથી રાખવામાં આવ્યું છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ