બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan jawan actress nyanthara charge 5 crores for 50 second ad

મનોરંજન / કોણ છે આ એક્ટ્રેસ? જે માત્ર 50 સેકન્ડની એડ માટે વસૂલે છે કરોડો, SRK સાથે કરી ચૂકી છે ફિલ્મ

Arohi

Last Updated: 12:05 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nyanthara Ad Fees: બોલિવુડની ઘણી એક્ટ્રેસ ફિલ્મો અને જાહેરાતો માટે કરોડોની ફી ચાર્જ કરે છે પરંતુ નયનતારા એક 50 સેકેન્ડની એડ માટે સૌથી વધારે ફી વસુલ કરે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલા હિરોઈનના મુકાબલે હીરોની સેલેરી ઓછી રહેતી હતી. ત્યાં જ ફિલ્મોમાં તેમનો રોલ પણ હીરોની તુલનામાં નાનો રહેતો. પરંતુ આજે સેલેરી હોય કે ફિલ્મમાં લિડ રોલ પ્લે કરવાનો હોય એક્ટ્રેસ કોઈ પણ મામલામાં હીરોથી કમ નથી.  

ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીઓમાંથી એક તો 50 સેકન્ડની જાહેરાત માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ એક્ટ્રેસ હાલમાં જ શાહરૂખ ખાનની સાથે બ્લોકબર્ટર ફિલ્મ જવાન પણ દેખાઈ ચુકી છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સાઉથની ટોપ એક્ટ્રેસ નયનતારા વિશે. 

નયનતારાએ 50 સેકન્ડની એડ માટે લીધા હતા કરોડો રૂપિયા 
એન્ટરટેઈનમેન્ટ ફિલ્ડમાં પોતાની ઓળખ બનાવતા પહેલા નયનતારાએ એક મોડલ અને ટેલીવિઝન પ્રેઝેન્ટરની રીતે કામ કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર નયનતારાએ ટાટા સ્કાઈ માટે 50 સેકેવ્ડની એક એડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ જાહેરાત બે દિવસમાં શૂટ કરવામાં આવી અને ચાર ભાષાઓ, તમિલ તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવી હતી. 

એક ફિલ્મ માટે કેટલો ચાર્જ વસુલે છે નયનતારા? 
ત્યાં જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને ફક્ત સાઉથમાં જ નહીં આખા ભારતમાં તેની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. તેણે એક ટેલીવિઝન હોસ્ટના રૂપમાં પોતાની જર્ની શરૂ કરી હતી. 

વધુ વાંચો: અમિતાભ બચ્ચનની નથી થઈ એજિયોપ્લાસ્ટી, હોસ્પિટલમાં દાખલ થવાનાં સમાચારને બીગ બી એ કહ્યા ખોટા, વીડિયો થયો વાયરલ

તેણે પોતાના ટીવી ડેબ્યૂ ચામાયમ શોથી કર્યું. જે એક ફેશન અને લાઈફસ્ટાઈલ શો છે. તેના બાદ તેણે મલયાલમ ફિલ્મ મનાસિનક્કરેથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Nyanthara Shah Rukh Khan નયનતારા Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ