બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સંબંધ / sex stealthing Doing this without asking the partner during intercourse is a crime Could be jail

તમારા કામનું / સંભોગ દરમિયાન પાર્ટનરને પૂછ્યા વગર આ કામ કરવું છે અપરાધ: થઈ શકે છે જેલ

Arohi

Last Updated: 03:19 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેક્સ સ્ટેલ્થિંગ તમને અમુક સમય માટે જરૂર એ સુખ આપી શકે છે જેની ઈચ્છા તમને બેડ પર હોય છે પરંતુ સાવધાન થઈ જાઓ ચરમ સુખ મેળવવાની ઈચ્છામાં ક્યાંક તમે જેલની પાછળ ન પહોંચી જાઓ. આવો સમજીએ કેમ તેને માનવામાં આવે છે અપરાધ.

  • સંભોગ વખતે રાખો આ વાતોનું ધ્યાન 
  • પાર્ટનરને પુચ્છા વગર ન કરો આ કામ 
  • નહીં તો આવી શકે છે જેલ જવાનો વારો 

શું તમને ખબર છે કે સેક્સ સ્ટેલ્થિંગનો મતલબ શું હોય છે? સેક્સ સ્ટેલ્થિંગ એટલે એ ચીટિંગ જે થોડી વારનું સુખ મેળવવા માટે પોતાના પાર્ટનરની સાથે બેડ પર કરવામાં આવે છે. એટલે કે સેક્સ વખતે પાર્ટનરને કહ્યા વગર કોન્ડોમ હટાવી લેવી. 

સામાન્ય રીતે યુવકો થાડી વારની મજાના માટે આ પ્રકારની ચીટિંગ કરતા હોય છે. પરંતુ હવે આ મામલાએ ગંભીર રૂપ લઈ લીધુ છે. ઘણા દેશોએ સેક્સ સ્ટેલ્થિંગને ક્રાઈમ માન્યું છે. 

સેક્સ સ્ટેલ્થિંગ ફક્ત ચિટિંગ નહીં અપરાધ 
હાલનો મામલો નીધરલેન્ડથી સામે આવ્યો છે. જ્યાં સેક્સ વખતે પાર્ટનરની મરજી વગર કોન્ડોમ ઉતારવા વિરૂદ્ધ કેસ દાખલ થયો છે. યુવતીએ આ મામલામાં પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. 

કોર્ટે કહ્યું કે યુવકે આમ કરીને યુવતીના વિશ્વાસની સાથે દગો કર્યો છે. યુવતીની પર્સનલ ફ્રીડમને ખતમ કરી દીધી છે. કોર્ટે યુવક પર ફાઈન લગાવ્યો છે. 

પાર્ટનરની સાથે બેડ પર ચીટિંગ પહોંચાડી શકે છે જેલ 
આ પહેલા પણ સેક્સ સ્ટેલ્થિંગના કેસ સામે આવી ચુક્યા છે. ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2018માં 50 વર્ષના જેસી નામના એક શખ્સ પર સંભોગ વખતે કોન્ડોમ હટાવવાના કારણે રેપનો ચાર્જ લાગ્યો. હકીકતે જેસીએ એક સેક્સ વર્કરની સાથે એક કલાકની ડિલ કરી હતી. 

પરંતુ સેક્સ વખતે યુવતીના ઈનકારક કરવા છતાં આરોપીએ જબરદસ્તી કોન્ડોમ હટાવું દિધુ. આ ઘટના બાદ સેક્સ વર્કરે કોર્ટનો સહારો લીધો અને પછી લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો. છેલ્લે કોર્ટે આ ઘટનાને રેપ ગણાવી અને જેસીને 3 વર્ષ 9 મહિનાની સજા થઈ. 

ઘણા દેશોમાં કોન્ડોમ હટાવવા પર કાયદો 
ન્યૂઝીલેન્ડમાં જ થોડા સમય પહેલા 28 વર્ષના એક યુવકને સેક્સ સ્ટેલ્થિંગના કારણે જેલની હવા ખાવા પડી હતી. ત્યાં જ જર્મનીમાં એક પોલીસને આ મામલામાં સજા મળી. હવે આખી દુનિયામાં તેને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા યુરોપિયન દેશોમાં ચીટિંગથી કોન્ડોમ હટાવવાને લઈને કાયદો પણ બની ગયો છે. 

અનસેફ સેક્સ મોટાભાગે મુશ્કેલી લાવી શકે છે. ખાસ કરીને યુવતીઓ માટે અને તેના વિરૂદ્ધ જેમ જેમ જાગૃતતા વધી રહી છે યુવતીઓ પોતાના પાર્ટનરની બેડ ચીટિંગ વિરૂદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ