અમરેલીનાં લાઠીનાં બાબરાનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યએ ખેડૂતોને પાણી આપવા મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતો. તો જેનાં જવાબમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પાક માટે પાણી આપવા માટે કટિબદ્ધ છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના સરકાર પર આક્ષેપ
સૌની યોજનામાં પાણી છોડી ખાલી ફોટો સેશન કરાયું
આક્ષેપ સામે ભાજપ પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડનું નિવેદન
સૌની યોજનાની કેનાલમાં લીમડીમાં ફોલ્ટ આવેલો હતો
અમરેલીનાં લાઠીનાં બાબરાનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ખેડૂતોને સૌની યોજનાનું પાણી ન મળવાનાં આક્ષેપ કર્યો હતો. ત્યારે વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, સૌની યોજનામાં પાણી છોડી ખાલી ફોટો સેશન કરાયું હતું. ખેડૂતોનાં ઘા પર મીઠું ભભરાવવાનું કામ ભાજપ સરકાર કરે છે. પાણીનાં વધામણા કર્યાને ખેડૂતોનાં ખેતરે પાણી પહોંચે તે પહેલા બંધ થઈ ગયું હતું. દીવાળી ટાઈમે ખેડૂતોની મશ્કરી કરી હોવાનાં આક્ષેપ કર્યા હતા.
ખેડૂતોને જ્યારે રવિપાકમાં જરૂર પડશે સરકાર પાણી આપશે- નીતિન રાઠોડ (પૂર્વ પ્રમુખ, ભાજપ)
કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનાં નિવેદન સામે ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડે નિવેદન આપ્યું હતું કે, સૌની યોજનાના પાણીની પાઈપ લાઈનમાં લીમડી પાસે ફોલ્ટ આવેલો છે. આજે ફરી પાણી છોડ્યું છે. ખેડૂતોને જ્યારે રવિપાકમાં જરૂર પડશે ત્યારે સરકાર પાણી આપશે.