બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / રાજકોટ / saurashtra Oil Miller and Nafed meeting on oil price gujarat

રાહતના સમાચાર / '...તો 15 દિવસમાં તેલના ભાવ ઘટી જશે', સિંગતેલના રેકૉર્ડતોડ ભાવ વચ્ચે SOMAના ચેરમેનનું મોટું નિવેદન

Hiren

Last Updated: 07:41 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગતેલના ભાવમાં ધરખમ વધારા વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સિંગતેલના ભાવમાં ટુંક સમયમાં ઘટાડો થઈ શકે છે.

  • સિંગતેલ ડબ્બાના ભાવે રેકોર્ડ તોડ્યો
  • ટુંક સમયમાં તેલના ભાવમાં થઈ શકે છે ઘટાડો
  • સૌરાષ્ટ ઓઇલ મિલર અને નાફેડની બેઠક યોજાઇ

છેલ્લા કેટલાય સમયથી સતત વધતી જતી મોંઘવારીથી લોકો પરેશાન થઇ ગયા છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. એટલે વધતી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમરતોડી નાખી છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં 60થી 70 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલનો અત્યાર સુધી સૌથી ઉંચો ભાવ નોંધાયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3000એ પહોંચ્યો છે. આ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં ટુંક સમયમાં ઘટાડો થઈ શકે છે.

સિંગતેલના ભાવ ઘટે તેવી સંભાવના
રાજકોટ નાફેડની બેઠકમાં સોમા(સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન)ના ચેરમેન કિશોર વીરડિયાએ કહ્યું છે કે, નાફેડની મગફળી ઓઇલ મિલરોને અપાય તો તેલના ભાવ ઘટી શકે છે. નવી મગફળીની 15 દિવસમાં આવક થશે તો ભાવમાં રાહત થશે. મહત્વનું છે કે, રાજકોટમાં હાલ સૌરાષ્ટ ઓઇલ મિલર અને નાફેડની બેઠક યોજાઇ છે. નાફેડ પાસેની 70 હજાર મેટ્રિક ટન મગફળીના વેચાણ મુદ્દે નિર્ણય લેવાશે. સીંગતેલના ડબ્બાના ભાવ હાલ રૂ.3 હજારની ઐતિહાસિક સપાટી પર છે.

સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો
સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જેને લઇને એક ડબ્બાનો ભાવ ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે. તેલના 15 લિટરના ડબ્બાનો ભાવ પહેલી વખત રૂ.3000ને પાર પહોંચ્યો છે. 15 દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.180નો વધારો થયો છે. સટ્ટા ખોરીના કારણે સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે.

જનતા પર મોંઘવારીનો માર વધી રહ્યો છે. સતત વધી રહેલ મોઘવારીથી માધ્યમવર્ગ સૌથી વધુ પરેશાન છે. દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થતા માધ્યમવર્ગની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લિટરે 4 રૂપિયા જેવો વધારો થયો છે. તો રાંધણગેસનો ભાવ રૂ.1060થી લઈ રૂ.1072 પર પહોંચ્યો છે. મર્યાદિત આવકમાં બે છેડા કઈ રીતે ભેગા કરવા તે સવાલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ