બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan made prediction about Bade Miyan Chhote Miyan said AkshayTiger film

મનોરંજન / 'ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ પડ્યું પરંતુ રેકોર્ડ...', બડે મિયાં છોટે મિયાંને લઇ સલમાન ખાને આ શું કહ્યું

Megha

Last Updated: 09:52 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સલમાન ખાને ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું ટ્રેલર શેર કરતાં લખ્યું કે, 'આ ફિલ્મ ટાઈગર અને સુલતાનનો રેકોર્ડ તોડશે, આ ઈદ પર તમે ભારતને અને ભારત તમને ઈદી આપશે.'

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ચાહકોને પસંદ આવી રહ્યું છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકો થિયેટરોમાં તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ સાથે ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' પર માત્ર ચાહકોએ જ નહીં પરંતુ સેલિબ્રિટીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

એવામાં હવે બોલિવૂડ એક્ટર સલમાન ખાને ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને એક પોસ્ટ શેર કરી છે.  સલમાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'બડે મિયાં છોટે મિયાં'નું ટ્રેલર શેર કર્યું અને લખ્યું, 'બડે મિયાં છોટે મિયાં ફિલ્મ માટે અક્કી અને ટાઈગરને ઓલ ધ બેસ્ટ, તે એક મોટી હિટ સાબિત થશે. ટ્રેલર ગમ્યું અને અલી તારે આ ફિલ્મ સાથે ટાઈગર અને સુલતાનનો રેકોર્ડ તોડવો પડશે. આશા છે કે ભારતને તમે અને ભારત તમને ઈદી આપશે.

ઉલ્લેખનીય છે કે અલી અબ્બાસ ઝફરે સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' અને 'ટાઈગર ઝિંદા હૈ'નું નિર્દેશન કર્યું હતું. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અક્ષય કુમારે લખ્યું, 'આભાર સલમાન ભાઈ. ટાઈગર ઝિંદા હૈ ઔર રહેગા પરંતુ અમે આશા રાખીએ છીએ કે અલીનો જાદુ બડે મિયાં છોટે મિયાં સાથે દર્શકોનું ઘણું મનોરંજન કરી શકશે.  

વધુ વાંચો : કિંજલ દવેને ઝટકો, હજુ નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું ગીત ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો સ્ટે

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ઉપરાંત, અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા એફ પણ જોવા મળશે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે જે વર્ષ 2024માં રીલિઝ થવા જઈ રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ