બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Sabarmati riverfront will be the longest riverfront in the world

નિર્માણ / વિશ્વના સૌથી મોટો રિવરફ્રન્ટ બનશે ગુજરાતમાં, કુલ 38.2 કિમીની હશે લંબાઈ, આયોજનની ગાડી ટોપમાં દોડી

Vishal Khamar

Last Updated: 03:06 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનો રીવરફ્રન્ટ હવે વિશ્વનો સૌથી મોટો રીવરફ્રન્ટ બનવા જઇ રહ્યો છે. હાલના સાબરમતી રીવરફ્રન્ટની વાત કરવામાં આવે તો વાસણા બેરેજ થી ડફનાળા સુઘીનો રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે પરંતુ હવે ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા હાથમાં લેવામાં આવી છે. આમ અમદાવાદનો રીવરફ્રન્ટ હવે ગાંઘીનગર સંત સરોવર સુઘી કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

  • સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વનો સૌથી લાંબો રીવરફ્રન્ટ 
  • અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનું કરાશે નિર્માણ
  • 38.2 કિલોમીટર લાંબો બનશે સાબરમતી રિવરફ્રન્ટ 
  • AMC દ્વારા ફેઝ 2 અને 3ની કામગીરી શરૂ કરવામાં આવી 

અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી ગાંઘીનગરના સંત સરોવર સુઘી કરવાનુ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યુ. હાલના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ડફનાળાથી ઇન્દીરાબ્રિજ સુઘીના બન્ને બાજુ રીવરફ્રન્ટ બનાવવાની કામગીરી હાથમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે ફેઝ-2 પુર્ણ થયા બાદ ફેઝ-3ની કામગીરી હાથમાં લેવામાં આવશે જેમાં ઇન્દિરા બ્રિજથી રીંગ રોડ સુઘી જ્યાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની હદ લાગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે. અને ત્યારબાદ ફેઝ-4 અને ફેઝ-5માં ગીફ્ટ સીટી સુઘી અને ત્યારબાદ ગાંઘીનગર સંત સરોવર સુઘી રીવરફ્રન્ટ બનાવવામાં આવશે, આમ વિશ્વમાં બે શહેરોને જોડતો પ્રથમ અને લાંબો રીવરફ્રન્ટ અમદાવાદ-ગાંઘીનગરમાં જોવા મળશે.

આઇ.કે. પટેલ (એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ )

 

 AMC દ્વારા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી 
અમદાવાદ શહેરની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટ હવે ગાંઘીનગરની પણ ટુંક સમયમાં ઓળખ બનવા જઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંઘીનગરના ગીફ્ટ સીટીમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી રહી છે, અનેક વૈશ્વિક કંપનીઓ પોતાની ઓફિસ પણ તૈયાર કરી છે ત્યારે અમદાવદ એરપોર્ટથી ગાંઘીનગર જવા VVIP ને જનરલ રોડ પરથી પસાર ન થવુ પડે અને થોડી ગણતરીની મિનિટોમાં ગીફ્ટ સીટી સુઘી પહોંચી શકાયતે માટે વિશેષ વ્યવ્સ્થા સાથેનો રોડ પણ તૈયાર કરવામાં આવશે જેમાં અમદાવાદ રીવરફ્રન્ટની જેમ ટ્રાફિક સિગ્નલ, પોલીસ ચોકી સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવશે, ઉપરાંત આમ હવે કોઇ પણ VVIP ગણતરીની મિનીટો માંજ અમદાવાદ એરપોર્ટ થી ગિફ્ટ સીટી સુઘી પહોચી શકે તે માટે સદર બજારથી ટોરેન્ટ બ્રિજ સુઘી વિશેષ બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે. આ માટે AMC દ્વારા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ, સેન્સરથી ગાડી લોક થશે સ્કેનરથી ખુલશે

સાબરમતી રિવરફ્રન્ટને સંત સરોવર સુધી પહોંચાડવામાં આવશે
આમ અમદાવાદના રીવરફ્રન્ટ ના ફેઝ 3 અને 4 માં પશ્ચિમ ખાતે બાયોડાયર્વસીટી પાર્ક તથા યોગા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશ, ઉપરાંત નદીના પુર્વ અને પશ્ચિમ કિનારે લોઅર પ્રોમીનાડમાં એટલે કે રીવરફ્રન્ટના નીચલા ભાગમાં ગ્રીન વોલ પણ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત ફુટ કોર્ટ, ગાર્ડન અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવશે. આમ નર્મદા કેનાલ સુધી  AMC હદ લાગે છે ત્યાં સુધી AMC દ્વારા રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવશે ત્યારબાદ ગિફ્ટ સિટી અને રાજ્ય સરકાર દ્વારા આગામી તબક્કાનું કામ કરીને સાબરમતી રિવરફ્રન્ટને સંત સરોવર સુધી પહોંચાડવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ