બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sabar dairy internal politics letter viral in social media

ડેરીનું રાજકારણ / સાબરડેરીનું રાજકારણ સોશિયલ મીડિયામાં વાયરલ, ફરીથી 12 પેજનો પત્ર ફરતો થયો જાણો શું છે લેટરમાં?

Gayatri

Last Updated: 08:41 AM, 11 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં સાબરડેરી તેમજ સાબરકાંઠા બેંક એ ૧૦ લાખથી વધારે લોકો માટે જીવાદોરી એકમાત્ર સાધન છે તેમજ દિન-પ્રતિદિન તેનો વિકાસ જિલ્લાના કેટલાક અનામી લોકોને ખટકતો હોય તેમ વધુ એકવાર બાર પેજ લાંબો પત્ર સોશીયલ મીડીયા થકી વાયરલ થયો છે જેના પગલે સમગ્ર સહકાર વિભાગમાં ખળભળાટ સર્જાયો છે.

  • સોશિયલ મીડિયા થકી સહકાર વિભાગ ઉપર બાર પેજ લાંબો આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે નો પત્ર વાયરલ
  • જિલ્લામાં સહકાર વિભાગમા નામજોગ રજૂઆતોનો સિલસિલો શરૂ કરશે 
  • ચેરમેને કહ્યું સોશિયલ મીડિયામાં નહીં સામે આવી વાત કરો

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં મોટાભાગના લોકોની આધારશીલા ખેતી તેમજ પશુપાલન છે સાથોસાથ સાબરકાંઠા બેંક તેમજ સાબરડેરી થતી જિલ્લાના પશુપાલકો તેમજ ખેડૂતો માટે આજીવિકા અને એકમાત્ર સાધન બની રહ્યા છે સાથોસાથ દિનપ્રતિદિન ખેતી તેમજ પશુપાલન માં થઈ રહેલો વિકાસ હવે આસપાસના જિલ્લાઓમાં પણ વિરોધાભાસમાં કારણ બની રહ્યું છે ત્યારે છેલ્લા છ માસમાં વધુ એકવાર સોશિયલ મીડિયા થકી સહકાર વિભાગ ઉપર બાર પેજ લાંબો આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે નો પત્ર વાયરલ થઈ રહ્યો છે.

શું છે પત્રમાં?

સાબરડેરીમાં પૂર્વ ચેરમેનથી લઇ વર્તમાન ચેરમેન સુધી વિવિધ બાબતે વિરોધાભાસ વ્યક્ત કરાયો છે જેમાં સાબરદાણથી લઈ સાબર ડેરી દ્વારા ખરીદાયેલી જમીન સુધીની બાબતો ઉલ્લેખ કરાયો છે સાથોસાથ સાબરકાંઠા બેંકના ચેરમેન અને તેમના સાથીદારો સામે પણ બોગસ ભરતી મામલે વિવિધ વિરોધાભાસ રજૂ કરવામાં આવેલ છે. 

ચેરમેને કહ્યું સોશિયલ મીડિયામાં નહીં સામે આવી વાત કરો

જોકે આ મામલે સાબરકાંઠા બેન્કના ચેરમેન દ્વારા બોગસ પત્ર વાયરલ કરનારાઓને આડકતરી રીતે સાફ શબ્દોમાં કહેવાય છે કે જો સાચા હોય તો જે તે વાયરલ કરનારા વ્યક્તિઓ સહકારને બદનામ કર્યા સિવાય સામે બેસીને વાત કરે તો દરેક બાબતનો ઉકેલ આવી શકે તેમ છે જોકે આવું ન કરનારા તત્વોને ભગવાન સદબુદ્ધિ આપે તેમ કહેવાયું છે

જિલ્લામાં સહકાર વિભાગમા નામજોગ રજૂઆતોનો સિલસિલો શરૂ કરશે 

સાબરડેરીના વર્તમાન ચેરમેન તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે સહકાર વિભાગ ને બદનામ કરનારા તત્વોને હવે જો સાચા હોય તો સામે આવવાની જરૂર છે જેના પગલે સહકાર વિભાગ બદનામ થતો અટકે તેમજ આવા નનામા પત્ર થકી સમગ્ર સહકાર વિભાગની સોશિયલ મીડિયા ના સહારે અનામી પત્રો લખનારાઓ સામે જરૂર પડે તપાસ કરી આગામી સમયમાં કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે ત્યારે હવે જોવું એ રહે છે કે આગામી સમયમાં પત્રિકા યુદ્ધ થકી વિવિધ આક્ષેપો કરી ચર્ચાસ્પદ બની રહેતા ચહેરા આગામી સમયમાં લીટલ થકી કેવા અને કેટલા ખુલાસો કરે છે કે પછી જિલ્લામાં સહકાર વિભાગમા નામજોગ રજૂઆતોનો સિલસિલો શરૂ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ