બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Rising heat in the state, increased incidence of dehydration know the symptoms of dehydration and how to avoid it

રાજકોટ / ગરમીએ 44 લોકોને બેભાન કર્યા, અનેક લોકોનું શરીર બળવા લાગ્યું ,જાણો લૂના લક્ષણો અને ઈલાજ

Vishal Dave

Last Updated: 04:29 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે. એવામાં લોકો અત્યારથી જ આકરો તાપ સહન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

રાજ્યમાં હવે વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બપોરના સમયે તો લોકો આગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. વાત કરીએ રાજકોટ અને તેની આસપાસના જિલ્લાઓની તો રાજકોટ સહિતના જિલ્લાઓમાં આકરો તાપ પડી રહ્યો છે. જેના કારણે લોકો મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ બનાવો ગરમીના લીધે લુ લાગવાના તેમજ બેભાન થવાના છે. 

 બપોરના સમયે રોડ રસ્તાઓ સૂમસામ

 હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે. એવામાં લોકો અત્યારથી જ આકરો તાપ સહન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે આકરા તાપના કારણે બપોરના સમયે રોડ રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.


આ પણ વાંચોઃ રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘણના પિંજરે પારણું બંધાયું, નવા 2 બચ્ચાંને જન્મ આપતા સંખ્યા 15એ પહોંચી
 

મહત્તમ તાપમાન ક્યાં કેટલું ?

ગુરુવારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40 ડિગ્રી, ડીસામાં 39.1, ગાંધીનગરમાં 39.6, વલ્લભ વિદ્યાનગરમાં 39.3, વડોદરામાં 39.6, સુરતમાં 37.6, વલસાડમાં 35, ભુજમાં 39.2, નલિયામાં 34, કંડલા પોર્ટમાં 33.9, અમરેલીમાં 40.8, ભાવનગરમાં 38.2, દ્વારકામાં 29.1, ઓખામાં 31.6, પોરબંદરમાં 36, રાજકોટમાં 39.8, વેરાવળમાં 30.6, સુરેન્દ્રનગરમાં 40, મહુવામાં 37.8 અને કેશોદમાં 38.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

 

હવામાન વિભાગ દ્વારા આગામી 15 દિવસમાં કાળઝાળ ગરમી પાડવાની પણ આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં લૂ લાગવાના બનાવો પણ વધી શકે છે. 

લૂ લાગવાના લક્ષણો
ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય છે, શરદી-ખાંસી પણ થાય છે, માથાંનો દુખાવો થવા લાગે, ઊલટી કે ઊબકા આવે એ પણ લૂના લક્ષણો છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે એ માટે ડુંગળી ખૂબ જ ગુણકારી છે. લૂથી બચવું હોય તો ડુંગળીની વાનગીઓ કરતાં કાચી ડુંગળી વધુ હિતકારી છે ડુંગળી બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે.એનાથી ઊંઘ આવે છે પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે.

લૂથી બચવાના ઉપાય
- ઉનાળામાં લૂ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા.
- સખત તાપમાં સતત કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો,
- કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું.
- શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે.
- લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ 

ડુંગળી ઉત્તમ ઇલાજ
ઉલ્લેખનીય છે કે, આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી વધારે પડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ