બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / rajkot tigers white tigress Pradyuman Park Zoo gave birth to two cubs

હરખના વધામણાં / રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘણના પિંજરે પારણું બંધાયું, નવા 2 બચ્ચાંને જન્મ આપતા સંખ્યા 15એ પહોંચી

Ajit Jadeja

Last Updated: 02:41 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્કમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 પર પહોચી છે. કુલ 10 સફેદ વાઘમાં 3 નર વાઘ,5 વાઘણ અને 2 નવા બાળ વાઘનો સમાવેશ

Rajkot Pradhuman Park : રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના બે બચ્ચાનો જન્મ થયો છે. પ્રદ્યુમન પાર્કમાં ગાયત્રી નામની સફેદ વાઘણે બે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. જેથી પાર્કમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 પર પહોચી છે. કુલ 10 સફેદ વાઘમાં 3 નર વાઘ,5 વાઘણ અને 2 નવા બાળ વાઘનો સમાવેશ થયો છે. અત્યાર સુધીમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કુલ 15 વાઘનો જન્મ થયો છે.  

બચ્ચાઓનું રાઉન્ડ ધ મોનીટરીંગ

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં 25મી માર્ચના સાંજે બે બાળ વાઘનો જન્મ થયો છે. માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.

લાખો મુલાકાતીઓ આવે છે 

રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં લાખો મુલાકાતીઓ આવી રહ્યા છે. ખાસ કરીને જાહેર રજા અને તહેવારોમાં ઝુ ખાતે મોટીસંખ્યામાં પ્રવાસીઓ પહોચે છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. 

રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં થયેલ બ્રીડીંગની વિગત :

- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.6/5/2015ના રોજ સફેદ વાઘ બાળ 1 માદાનો જન્મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.16/05/20215ના રોજ સફેદ વાઘ બાળ 4 માદાનો જન્‍મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.2/4/2019ના રોજ સફેદ વાઘ બાળ 4 (નર-2 માદા-2)નો જન્‍મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/5/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્‍મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.5/12/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્‍મ.

આ પણ વાંચોઃ અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર

અત્યાર સુધી 12 બચ્ચાને જન્મ આપ્યો

આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્‍યાર સુધીમાં કુલ 10 બચ્‍ચાંઓનો જન્‍મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે.  રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ 15 સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ